GSTV

ટાઈગર શ્રોફે ઋત્વિક રોશનને આપ્યો હરાવાનો પડકાર, બંનેએ કહ્યું જોઈ લઈશ…

Last Updated on August 13, 2019 by

બોલિવૂડનો સૌથી હેન્ડસમ એક્ટર ઋત્વિક રોશન અને એક્શનના બાદશાહ ટાઈગર શ્રોફની વચ્ચે જુબાની એટલે કે બોલીથી યુદ્ધ થવા જઈ રહ્યું છે. એક બાજુ ઋત્વિકે ટાઈગરને સીધેસીધો જોવા કહ્યું તો બીજી બાજુ તેના જવાબમાં ટાઈગર પણ કંઈ કમ ન રહ્યો. હવે બંનેનું આ વાક-યુદ્ધ તેની આગામી ફિલ્મ WARને લઈ શરૂ થયું છે.

આજે આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. બંનેએ પોસ્ટર્સ રિલીઝ કરતાં કહ્યું કે એકબીજાને હરાવવાનો પડકાર આપી દીધો છે. આ ફિલ્મનું થોડા દિવસ પહેલા ટીઝર રિલીઝ થયું હતું. તેમાં ટાઈગર અને ઋત્વિક જબરદસ્ત એક્શન કરતાં જોવા મળે છે અને એક બીજાને ચેલેન્જ કરતાં પણ જોવા મળે છે.

હવે આ બંનેએ એલાન કરી દીધું છે કે બંને એકબીજાને બે-બે હાથ આપવા તૈયાર છે. WAR ફિલ્મનું ફર્સ્ટલુક પોસ્ટર રિલીઝ કરતાં ઋત્વિકે કહ્યું, ‘ આ એક જંગ છે ટાઈગર. મારી એક્શન મારા શબ્દોથી વધારે બોલે છે. તને 2 ઓક્ટોબરે જોઈ લઈશ.’

ત્યારે ટાઈગરે જડબા તોડ જવાબ આપ્યો હતો. ટાઈગરે WARનું પોસ્ટર મૂકતાં કહ્યું, ‘ આ યુદ્ધમાં એક જ વિજેતા હશે ઋત્વિક. શું તમે હારવા માટે તૈયાર છો.’ 2 ઓક્ટોબરના દિવસે આ ફિલ્મ રિલીઝ થશે.

આ દિવસે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી અને વિશ્વ આખામાં અહિંસા દિવસ તરીકે પણ ઉજવામાં આવે છે. પરંતુ આ દિવસે હવે ઋત્વિક અને ટાઈગરની જબરદસ્ત એક્શનથી સજેલી ફિલ્મ વોર આવી રહી છે. ધાકડ એક્શન ઉપરાંત ફિલ્મમાં વાણી કપૂરનો ગ્લેમર પણ જોવા મળ્યો. ટીઝરમાં તે હોટ લુકમાં જોવા મળી હતી અન પોસ્ટરમાં પણ તેનો હોટ અવતાર જોવા મળે છે.

Read Also

Related posts

ચેતવણી/ તમારું વર્તન બદલો નહીં તો તમને જ બદલી નાંખીશું, ભાજપ સાંસદોથી મોદી નાખુશ

Damini Patel

Vicky-Katrina Wedding / વિકી કૌશલ અને કેટરીના કૈફને લગ્નથી થશે 100 કરોડ રૂપિયાનો ફાયદો! શું ડીલ થઈ ફાઈનલ?

Zainul Ansari

મહત્વનું: આેમિક્રોન વેરીયન્ટને લઇને સિવિલ તંત્ર સજ્જ સિવિલમાં તૈયાર કરાયો આેમિક્રોન વોર્ડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!