GSTV
Home » News » સાજીદ નડીયાદવાલા આ અભિનેતા સાથે નવી એકશન ફિલ્મ

સાજીદ નડીયાદવાલા આ અભિનેતા સાથે નવી એકશન ફિલ્મ

બોલિવુડનાં ચાર્મિંગ અભિનેતા રિતિક રોશને સાજિદ નડિયાદવાલાની આગામી એક્શન ભરપુર ફિલ્મ માટે હા પાડી હોવાની માહિતી મળી હતી. જ્યારે છેલ્લી ત્રણ પેઢીથી નડિયાદવાલા પરિવાર મોખરાના ફિલ્મ સર્જકો ગણાય છે. જ્યારે અગાઉ આ પરિવાર ઘણી હિટ ફિલ્મો આપી ચૂક્યો છે.

ત્યારે નડિયાદવાલાના પ્રવક્તાએ કહ્યું કે રિતિકે હા પાડી એટલે હવે ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. અમારી પાસે સ્ક્રીપ્ટ તૈયાર છે. એકવાર ડાયરેક્ટર નક્કી થઇ જાય એટલે બાકીના કલાકારો અને અન્ય વિગતો પણ નક્કી થઇ જશે. અમને પહેલાં રિતિકના જવાબની ઇંતેજારી હતી. રિતિકને સ્ટોરીલાઇન ગમી છે. અને એણે કરવાની હા પાડી છે એેટલે અમારું અડધું કામ તો થઇ ગયું.

જ્યારે આ ફિલ્મની સ્ક્રીપ્ટ રોહિત ધવને તૈયાર કરાવી હતી પરંતુ એમાં કેટલાક ફેરફારો જરૃરી જણાતા હતા. સાથોસાથ રિતિકે પણ એમાં થોડાં સૂચનો કર્યાં હતાં. એકવાર સ્ક્રીપ્ટ લૉક થઇ જાય પછી અમે આગળ વધીશું.

READ ALSO

Related posts

દંગલના ડાયરેક્ટર રામાયણ પર ફિલ્મ બનાવી રહ્યાં છે જેમાં પ્રભાસ હશે….

pratik shah

પોલીસનું આ તે કેવું રૂપ? ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા ચેડા, એટલો માર માર્યો કે થઇ ગયો ગર્ભપાત

Bansari

અમિતાભે એવું તો શું Tweet કરી દીધું કે લોકો ઘરની બહાર પોસ્ટર્સ લઈને કરી રહ્યા છે પ્રદર્શન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!