GSTV
Home » News » સુરત પહોંચેલા હાર્દિક પટેલ પર ટપલીદાવ થયો? પોલીસ-પાસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો

સુરત પહોંચેલા હાર્દિક પટેલ પર ટપલીદાવ થયો? પોલીસ-પાસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો

સુરતના અગ્નિકાંડ મામલે રાજનીતિ તેજ થઈ છે. સુરતના તક્ષશિલા આર્કેડ પહોંચેલા હાર્દિક પટેલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસ અને પાસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પઈ થઈ હતી. જે બાદ ચંદ્રેશ કાકડીયા સહિતના પાસ કાર્યકરોની સરથાણા પોલીસે અટકાયત કરી હતી. હાર્દિક પર હુમલાના પ્રયાસ અને ટપલીદાવ કરવાના મામલે તેમની અટકાયત કરાઈ હતી. હાર્દિકની હાજરીમાં ચંદ્રેશ કાકડીયાએ અલ્પેશ કથીરિયાના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને હાર્દિકનો વિરોધ કર્યો હતો.

જ્યારે કે હાર્દિકે સુરતના મેયરના રાજીનામાની માંગ કરી હતી. હાર્દિકે સુરતના તંત્રને નિષ્ફળ ગણાવ્યુ હતુ અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગ કરી હતી. અહીં હાર્દિકના સમર્થનમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હાર્દિક પટેલ સાથે આવેલા યુવકો ઉપવાસ પર બેસી જતા હોબાળો થયો હતો. અને હાર્દિકના સમર્થકોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. ન્યાય નહી મળે તો હાર્દિક પટેલે ઉપવાસ પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી. અને તંત્રને 12 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે મેયરની પણ ગેરકાયદે શાળાઓ ચાલે છે.

READ ALSO

Related posts

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ HDFC બેંક પર 1 કરોડનો દંડ ફટકાર્યો

Mansi Patel

ચોરી કરવા રખાયા હતા માણસો, એ પૈસા વાપરતો હતો આ રીતે

Dharika Jansari

ગુજરાતમાં આગામી 7 જુલાઇએ 10 નગરપાલિકાઓમાં પેટા-ચૂંટણી યોજાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!