GSTV
Gujarat Government Advertisement

કોરોનાના દર્દીઓ માટે સંવેદનશીલ નિર્ણય / HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ નક્કી કરાયો, વધારે ચાર્જ લેનારાની ખેર નથી

Last Updated on April 16, 2021 by Dhruv Brahmbhatt

સમગ્ર ગુજરાતમાં કાળો કહેર બનીને ભરખી રહેલા કોરોનાને કાબૂમાં લેવા રાજ્ય સરકારે એક બાદ એક અવનવા નિર્ણયો લઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ એક વાર ફરી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના સામેની જંગ જીતી શકીએ તે માટે રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT THORAX ના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3 હજાર નક્કી કર્યો છે. જેનો આજ (16 એપ્રિલ) રોજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે, ‘કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. ત્યારે રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે. એવામાં કોરોનાના દર્દીઓને હાલાંકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે. ગુજરાતના કોઇ પણ શહેરમાં કોઇ પણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેનના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે ધ્યાને આવશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.’

corona-patient

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, ‘કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.’

HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન પણ અપાશે

આ પહેલાં 15 એપ્રિલના રોજ આરોગ્ય વિભાગે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલાં દર્દીઓને સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન પણ આપવાનો નિર્ણય કર્યો હતો. આરોગ્ય વિભાગના નવા પરિપત્ર મુજબ HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે.

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!