GSTV
Home » News » ગૂગલની હેડ ઓફિસમાં ડખો થયો, વિરોધ વધતા HR પ્રમુખે રાજીનામુ આપ્યુ

ગૂગલની હેડ ઓફિસમાં ડખો થયો, વિરોધ વધતા HR પ્રમુખે રાજીનામુ આપ્યુ

ગૂગલના કર્મચારીઓમાં અસંતોષ વધતા કંપનીના એચઆર પ્રમુખ એલીન નૌગટને સોમવારે પોતાના પદ પરથી હટી જવાની ખાતરી આપી છે. ગૂગલના પ્રમુખ સુંદર પિચાઈએ કહ્યું હતું કે, એલીને કંપની માટે જે કર્યું તેના માટે આભારી છું, અને ગૂગલમાં તેમની અલગ ભૂમિકા માટે ઉત્સાહિત છું.પિચાઈના જણાવ્યા અનુસાર નૌગટનના કાર્યકાળમાં ગૂગલ સાથે લગભગ 70,000 લોકો જોડાયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગૂગલમાં હાલમાં ઓફિસમાં કર્મચારીઓ વચ્ચે અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. આ કર્મચારીઓ અમેરિકી સેના સાથે કરાર અને ચીન માટે સર્ચ એન્જિન વર્જનમાં મર્જ કરવાને લઈ તથા અન્ય બીજા મોટા નિર્ણયોને લઈને નારાજ છે.કંપનીએ ગત વર્ષે નવેમ્બરમાં પણ ચાર કર્મચારીઓને ડેટા સુરક્ષાના હવાલો આપી નીતિઓનું ઉલ્લંઘન કરવા બદલ હટાવી દીધા હતા, પણ ગૂગલે આરોપ લગાવ્યો હતો કે, તેમણે કર્મચારીઓનું સંઘ બનાવવાની સજા આપવામાં આવી છે.

તો વળી 2018માં યૌન ઉત્પીડનની ફરિયાદો સાથે બાંધછોડને લઈને પણ કર્મચારીઓમાં વિરોધ વકર્યો હતો. કર્મચારીઓએ કંપનીના માઉંટેન વ્યૂ પરિસર અને વિશ્વભરમાં તેની સામે વિરોધ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi

પીએમ કિસાન યોજના: હવે વધુ ખેડૂતો સુધી પહોંચશે 6 હજાર રૂપિયા વાળી સ્કીમનો લાભ, સરકારે લૉન્ચ કરી નવી એપ

Bansari

તણાવને દૂર કરવો હોય તો અપનાવો આ ટીપ્સ, હ્રદય અને મન રહેશે ખુશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!