GSTV

હવે આ રીતે ગેસ બુકિંગ કરાવી બિલકુલ ફ્રીમાં મેળવો LPG સિલિન્ડર

ગેસ

Last Updated on January 26, 2021 by Sejal Vibhani

હવે તમારે HP, INDIAN અને  BHARAT GAS LPG સિલિન્ડર ફ્રીમાં મેળવી શકો છો. એના માટે તમારે PAYTM દ્વારા ગેસ બૂક કરાવવાનો રહેશે. PAYTMએ એક સ્કિમ શરૂ કરી છે. જેમાં PAYTM APP દ્વારા મળતા LPG સિલિન્ડરની બુકિંગ પર 700 રૂપિયા સુધીની કેશબેક ઓફર આપી રહી છે. તેનો મતલબ છે કે તમારું LPG સિલિન્ડર બિલકુલ ફ્રી થઈ જશે. કારણ કે રિલિફ સિલિન્ડરની કિંમત સબસિડી બાદ 700-750 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. 
જ્યારે તમે LPG ગેસ સિલિન્ડરની બુકિંગ કે પેમેન્ટ કરશો ત્યારે તમને એપ પર એક સ્ક્રેચ કાર્ડ મળશે. જેનો ઉપયોગ HP, INDIAN અથવા તો BHARAT GASમાં ગેસ બુકિંગમાં ક્લેમ કરી શકો છો. આ કેશબેક PAYTM વોલેટમાં 24 કલાકની અંદર આવી જશે. 
આ ઓફરનો ફાયદો ત્યારે જ મળશે જ્યારે તમે 500 રૂપિયાથી વધુની રકમનું બુકિંગ કરશો. આ ઓફર 31 જાન્યુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. આ ઓફરનો ફાયદો માન્યતા દરમ્યાન માત્ર એક વખત જ ઉઠાવી શકો છો. 
એવા ગ્રાહક જે PAYTM APP દ્વારા પ્રથમ વખત LPG સિલિન્ડરની બુકિંગ કરી રહ્યા છે તેમને આ સ્કીમનો ફાયદો મળશે. આ ઓફરનો ફાયદો તેમને પણ મળશે જે સિલિન્ડરની બુકિંગ IVRS અથવા અન્ય રીતે કરે છે પરંતુ પ્રથમ પેમેન્ટ PAYTM APP દ્વારા કરતા હોય. 
lpg
સ્ક્રેચ કાર્ડ રજૂ થયાના 7 દિવસ બાદ એક્સપાયર થઈ જાય છે. એટલા માટે રિવોર્ડ જીત્યા બાદ તમારે તેનો ઉપયોગ આ દરમ્યાન જ કરવો પડશે.  
 

READ ALSO

Related posts

આદેશ/ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જમાઈ સાથે રહેતી સાસુ વળતર માટે છે હકદાર

Pravin Makwana

વધતી મોંઘવારી વચ્ચે ઓછા રોકાણથી શરૂ કરો આ શાનદાર બિઝનેસ: દર મહિને થશે તગડી આવક, સરકાર પણ કરશે મદદ

Bansari

ફાયદાની વાત/ પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, ફક્ત 10 હજારનું રોકાણ કરવા પર મળે છે 16 લાખ રૂપિયા, આવી રીતે લગાવો પૈસા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!