GSTV
Home » News » ભારતીય સેનામાં બોફર્સ કરતાં પણ મોટી તોપ થઈ સામેલ, 50 કિલોમીટર સુધીનું તાકી શકે છે નિશાન

ભારતીય સેનામાં બોફર્સ કરતાં પણ મોટી તોપ થઈ સામેલ, 50 કિલોમીટર સુધીનું તાકી શકે છે નિશાન

દુશ્મનોના છક્કા છોડાવવા હવે ભારતીય સૈન્યના ભાથામાં બોફોર્સ તોપથી પણ વધુ ઘાતક હથિયાર સામેલ થયું છે. ભારતે સ્વદેશી ધનુષ હોવિત્ઝર તોપને સેનામાં સામેલ કરી દીધી છે. અને તેના માટે અમેરિકાથી ગાઇડેડ દારુગોળા પણ ખરીદવામાં આવ્યા છે. સૈન્યના અધિકારીઓએ બુધવારે હોવિત્ઝરને સેનામાં સામેલ કર્યું હોવાની માહિતી આપી. ધનુષથી 50 કિમી દૂર સુધી પણ નિશાનને ટાર્ગેટ કરી શકાય છે.

અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી ઘણી વસ્તીવાળા વિસ્તારમાં પણ દુશ્મનોને સરળતાથી ટાર્ગેટ કરી શકાય છે. આર્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાથી ગાઈડેડ દારૂ ગોળો ફાસ્ટટ્રેક પ્રક્રિયા અંતર્ગત લેવામાં આવી રહ્યો છે. સેનાના કમાન્ડર્સને સેનામાં ધનુષ તોપ સામેલ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી છે. તે સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે તે યુદ્ધના સમયે કેવી રીતે ભારતીય સેનાની ક્ષમતામાં વધારો કરશે.

READ ALSO

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!