GSTV
Home » News » મોદી અને ટ્રમ્પે આતંકના આકાઓનું નામ લીધા વિના કર્યા પ્રહાર, ‘જે પોતાનો દેશ નથી સંભાળી શકતા…’

મોદી અને ટ્રમ્પે આતંકના આકાઓનું નામ લીધા વિના કર્યા પ્રહાર, ‘જે પોતાનો દેશ નથી સંભાળી શકતા…’

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના હાઉડી મોદી કાર્યક્રમમાં 50,000થી વધારે ભારતીય જનતા ઉપસ્થિત રહી હતી. જેમાં મોદી અને ટ્રમ્પની હાજરીએ દોસ્તીના નવા અધ્યાયની શરૂઆત કરી હતી. મોદી અને ટ્રમ્પે પોતાના ભાષણમાં પણ આતંકના આકાઓ વિરૂદ્ધ પ્રહાર કર્યા હતા. આ સંદર્ભે મોદીએ અમેરિકાના ટ્વીન ટાવર પર થયેલા હુમલા અને ભારતના મુંબઈ પર થયેલા હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી. ત્યારે સમગ્ર કાર્યક્રમની શું રહી હાઈલાઈટ એક નજર કરીએ.

હ્યુસ્ટનની ચાવી પીએમ મોદીને સોંપી

સ્ટેડિયમમાં પ્રવેશ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર ઉપસ્થિત અમેરિકાના સાંસદોને મળ્યા. પીએ મોદીએ તમામ સાંસદો સાથે વારાફરતી મુલાકાત કરી તેમની સાથે ઉષ્માપૂર્ણ હસ્તધૂનન કર્યું. જે બાદ હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે પીએમ મોદીને દુનિયાની ઉર્જાની રાજધાની ગણાતા હ્યુસ્ટનની ચાવી સોંપી. સિલ્વેસ્ટર ટર્નરે ભારત અને અમેરિકાના સંબંધો પ્રત્યે સમ્માન અને એકજૂટતા પ્રદર્શિત કરી પ્રતિકરૂપે હ્યુસ્ટનની ચાવી પીએમ મોદીને સોંપી.

એસ.જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો આવકાર

હાઉડી મોદી કાર્યક્રમ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એનઆરજી સ્ટેડિયમ પહોંચ્યા હતાં. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે વિદેશપ્રધાન એસ. જયશંકર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે આગમન બાદ વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી તેમજ બંનેએ કેટલીક ક્ષણો વાતચીત પણ કરી.

મોદી અને ટ્રમ્પ એકસાથે કાર્યક્રમમાં પહોંચ્યા

એનઆરજી સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે મુલાકાત કરી. જે બાદ બંને એકસાથે કાર્યક્રમમાં પહોંચ્યા. આ દરમ્યાન બંને નેતાઓ હળવાશભરી વાતો કરતા નજરે પડ્યા. હાઉડી મોદી કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકસાથે સ્ટેજ પર એન્ટ્રી કરી. આ સમયે ઉપસ્થિત દર્શકોએ બંને નેતાઓનું ભારે ઉષ્માભેર સ્વાગત કર્યું. દર્શકોએ મોદી અને ટ્રમ્પના નામના નારા લગાવી સ્ટેડિયમ ગજવી મુક્યું.

અબકી બાર ટ્રમ્પ સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું. તેમજ અમેરિકાને ભારતનો સાચો મિત્ર ગણાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે હું ડોનાલ્ડ ટ્રમ્પને અનેક વખત મળ્યો છું. અને દરેક વખતે તેનો વ્યવહાર ઉષ્માભર્યો. ઊર્જાપૂર્ણ અને મિત્રતાભર્યો રહ્યો છે. હું તેમના નેતૃત્વની પ્રશંસા કરું છું. પીએમ મોદીએ કહ્યું કે ટ્રમ્પ કોઇ ઓળખાણના મોહતાજ નથી. વિશ્વના અબજો લોકો ટ્રમ્પનો એક-એક શબ્દ ફોલો કરે છે. વૈશ્વિક રાજનીતિમાં ટ્રમ્પનું બહું મોટું યોગદાન છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ટ્રમ્પનું લક્ષ્ય અમેરિકાને ફરી મહાન બનાવવાનું છે. તેઓ અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યા છે. તેમજ પીએમ મોદીએ તેમના ચૂંટણી સ્લોગન અબકી બાર. મોદી સરકારની તર્જ પર અબકી બાર. ટ્રમ્પ સરકારનો નારો પણ આપ્યો.

આતંક સામેની લડાઈમાં ભારતને સમર્થન

હાઉડી મોદીના મંચ પરથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન જાહેર કરી આતંકના આકા પાકિસ્તાનને જોરદાર લપડાક મારી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે.

કાશ્મીર અને લદ્દાખ મુદ્દે

પીએમ મોદીએ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ જણાવ્યું કે કલમ 370એ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. આ સ્થિતિનો લાભ આતંકવાદ અને અલગતાવાદીઓ ઉઠાવી રહ્યા હતા. ભારતના બંધારણે જે અધિકાર અન્ય ભારતીયોને આપ્યા છે તે જ અધિકાર હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને મળ્યો છે.

ટ્રમ્પે મોદીના કર્યા વખાણ

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા. તેમજ ભારત અને અમેરિકા વચ્ચે અનેક સામ્યતા હોવાનું જણાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને ધન્યવાદ આપતા જણાવ્યું કે તમે અમારી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવો છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આજે ઘણા ગાઢ બની ગયા છે. હું આપને વિશ્વાસ અપાવું છું કે ભારતના હિત માટે અત્યાર સુધીનો સૌથી સારો મિત્ર વ્હાઇટ હાઉસમાં છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો લોકશાહીની બુનિયાદ પર ઉભા છે. બંને દેશોમાં કાયદા મુજબ શાસન ચાલે છે. બંને દેશોનું બંધારણ વી ધ પીપલ. જેવા 3 મહાન શબ્દો સાથે શરૂ થાય છે. તેમણે કહ્યું કે અમેરિકામાં ભારતીય કંપનીઓ હજારો લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. ભારત અમેરિકામાં અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે. સામે અમેરિકા પણ ભારતમાં એટલા જ મોટા પાયે રોકાણ કરી રહ્યું છે.

પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યા પ્રહારો

પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની સામે જ આતંકવાદ મુદ્દે નામ લીધા વગર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. મોદીએ કહ્યું કે ભારત પોતાના દેશમાં જે કંઇ કરી રહ્યું છે તેના કારણે એવા લોકોને તકલીફ પડી રહી છે. કે જે ખુદ પોતાનો દેશ સંભાળી નથી શકતા. આ લોકો ભારત પ્રત્યેની નફરતને જ પોતાની રાજનીતિ બનાવી છે. પીએમે કહ્યું કે આ એ લોકો છે જે આતંકના સમર્થક છે. આતંકને પાળે પોષે છે. અમેરિકામાં 9-11નો હુમલો હોય કે મુંબઇમાં 26-11નો હુમલો હોય. તેનું ષડયંત્ર ક્યાં રચાય છે અને તેના ષડયંત્રકારીઓ ક્યાંના છે તે બધાને ખ્યાલ છે. પીએમ મોદીએ આતંકવાદ વિરૂદ્ધ નિર્ણાયલ લડાઇ લડવા આહ્વાન કર્યું.

ગુજરાતી ગીતો વાગ્યા

અમેરિકામાં કાર્યક્રમ હોય અને ગુજરાતી ગરબા ન ગુંજે એવું તો કેમ બને. હાઉડી મોદી કાર્યક્રમમાં કલાકારોએ એકથી એક ચઢિયાતા ગરબા પર ધમાકેદાર નૃત્ય કર્યાં. તેમાં પણ ઝુલણ મોરલી વાગી રે. ગીત પર તો ઉપસ્થિત દર્શકો પણ ગરબે ઝૂમવા મજબૂર બન્યા.

READ ALSO

Related posts

કરતારપુર કોરિડોર પર 23મીએ કરાર કરશે ભારત, પાકિસ્તાન ફી વસૂલવાની જીદ પર અડ્યું

Mansi Patel

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

Mansi Patel

મહિલા બની ડ્રેકુલા, 4 વર્ષની બાળકીનું લોહી પીને મારી નાખી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!