GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

‘હાઉડી મોદી’ કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ ચાલી મોટી ચાલ, ચીનને લાગી શકે છે મોટો ઝટકો

અમેરિકાના હ્યૂસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા ઇવેન્ટ હાઉડી મોદી યોજાઇ રહી છે. સૌથી ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશે. પીએમ મોદી અને ટ્રમ્પની આ જુગલબંદી પર દુનિયાની નજર ટકેલી છે. કાર્યક્રમ તો સાંસ્કૃતિક હશે. પરંતુ ભારતમાં કોર્પોરેટ ટેક્સના ઘટાડાના નિર્ણય બાદ તેમાં વેપાર પણ મુખ્ય મુદ્દો બની શકે છે. ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચે કેટલીક મોટી ટ્રેડ ડીલનું એલાન થઇ શકે છે.

પીએમ મોદીએ પોતાના અમેરિકાના પ્રવાસ પહેલા એક મોટો દાવ ચાલ્યા. શુક્રવારે જે રીતે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો તેના ઘણા અર્થ નિકળે છે. ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલા પીએમ મોદીએ એક પ્રકારે અમેરિકાને પોતાનો ઇરાદો જતાવી દીધો. હવે વાતચીતની ટેબલમાં મોદી અને ટ્રમ્પ આમને સામને હશે. ત્યારે પૂરી સંભાવના છે કે એક મુદ્દો કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો પણ હશે. કારણ કે અત્યાર સુધી એશિયામાં વધુ કોર્પોરેટ ટેક્સ હોવાના કારણે અમેરિકા ભારતના મુકાબલે ચીનને વધુ પ્રાધાન્ય આપતું આવ્યું છે. પરંતુ હવે ભારતે બાજી પલ્ટી દીધી છે.

છેલ્લા ઘણા લાંબા સમયથી અમેરિકા અને ચીનની વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે તો અમેરિકન કંપનીઓ દ્વારા ચીનમાંથી બિસ્તરા પોટલા સંકેલીને કંપનીઓને ભારત લાવવા સુધીની વાત કહી હતી. તેવામાં કોર્પોરેટ ટેક્સમાં ઘટતા ભારતમાં હવે કંપનીઓ પર લાગતો ટેક્સ વૈશ્વિક સરેરાશ 23.79 ટકાની નજીક થઇ ગયો છે. એશિયામાં કંપનીઓ પર સરેરાશ 21.09 ટકા ટેક્સ લાગે છે. તેવામાં ચીન તરફી વલણ ધરાવનારી કંપનીઓ માટે ભારત આકર્ષક ડેસ્ટીનેશન બની શકે છે. કંપનીઓને આકર્ષવા માટે ગત વર્ષે થાઇલેન્ડે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 10 ટકા કરી નાંખ્યો હતો.

જેના કારણે ચીનથી ઘણી કંપનીઓ થાઇલેન્ડ શિફ્ટ થઇ ગઇ હતી. જ્યારે કે વિયેતનામમાં કોર્પોરેટ ટેક્સ 15 ટકા જેટલો છે.તેવામાં ભારતે પણ નવી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 15 ટકા કરી દેતા ભારત રોકાણકારો માટે યોગ્ય પ્લેટફોર્મ સાબિત થઇ શકે છે. ભારતમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડાની સૌથી વધુ અસર ચીન પર જોવા મળી શકે છે. કારણ કે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધના કારણે ઘણી અમેરિકન કંપનીઓ ચીનમાંથી બહાર નીકળવા માંગે છે. અત્યાર સુધી કોર્પોરેટ ટેક્સ વધુ હોવાના કારણે આ કંપનીઓ ભારતને નજર અંદાજ કરી રહી છે. પરંતુ હવે તસવીર બદલાઇ ચુકી છે.

READ ALSO

Related posts

બૈરૂત વિસ્ફોટ: 100 લોકોનાં મોત, 4000 ઘાયલ અને 2.50 લાખ લોકો ઘરો ગુમાવ્યા

Mansi Patel

કોરોના પોઝિટિવ દર્દીના નામ જાહેર કરવા માંગ, વિપક્ષી નેતાઓએ ધરણા કરતા થઈ અટકાયત

pratik shah

ભારતમાં કોરોનાનું ખતરનાક મોજું બીજી વખત આવશે કે કેમ ? નિષ્ણાતો શું કહે છે તે જાણો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!