GSTV
Home » News » હાઉડી મોદી : શરીરમાં 100 ફેક્ચર ધરાવતો આ બાળક પીએમની સામે કરશે રાષ્ટ્રગાન

હાઉડી મોદી : શરીરમાં 100 ફેક્ચર ધરાવતો આ બાળક પીએમની સામે કરશે રાષ્ટ્રગાન

અમેરિકાનાં હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. સમગ્ર વિશ્વની નજર હવે તે ઘડી પર ટકેલી છે,જ્યારે આ કાર્યક્રમ શરૂ થશે. હ્યૂસ્ટનનાં એનઆરજી ફુટબોલ સ્ટેડિયમમાં થનારા આ કાર્યક્રમની શરૂઆત એક 16 વર્ષનાં ભારતીય મૂળનાં બાળક દ્વારા રાષ્ટ્રગાન કરીને થશે. 16 વર્ષનાં સ્પર્શ શાહને જન્મથી જ ઓસ્ટિયોજેન્સિસ ઇપરફેક્ટા નામની બિમારી છે. સ્પર્શ શાહ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે ઘણો ઉત્સુક છે. સ્પર્શ શાહ માત્ર સારા સિંગર જ નથી પરંતુ તેઓ એક મોટીવેશ્નલ સ્પીકર પણ છે. જે અમેરિકાનાં ન્યૂજર્સીમાં રહે છે.

સ્પર્શ શાહને ઓસ્ટિયોજેન્સિસ ઇપરફેક્ટા નામની એક બિમારીથી પીડાય રહ્યા છે. જેમાં શરીરનાં હાડકાઓ શરીરની સામાન્ય ઇજામાં પણ તૂટી જાય છે. જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા અમુક વર્ષોમાં 130થી વધુ હાડકા તૂટી ગયા છે. ડોક્ટરોનાં જણાંવ્યા પ્રમાણે સ્પર્શ શાહ જ્યારે તેમની માતાનાં ગર્ભમાં હતાં ત્યારે જ તેેમનાં 35 હાડકા તૂટી ગયા હતાં. બિમારીને કારણે સ્પર્શ ચાલી શક્તા પણ નથી.

16 વર્ષનાં સ્પર્શનાં શરીરમાં હાલમાં પણ 100થી વધુ હાડકા તૂટેલા છે. સ્પર્શ આગલા એમિનેમ બનવા માગે છે તેમજ તેઓ એક અરબ લોકો સામે પ્રદર્શન કરવા માગે છે.. માર્ચ 2018માં રિલીઝ થયેલી બ્રિટલ બોન રૈપર નામની એક દસ્તાવેજી ફિલ્મમાં સ્પર્શનાં જીવન સાથે સંકળાયેલી વાર્તા કહેવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં ઓસ્ટિયોજેન્સિસ ઇપરફૈક્ટ નામની બિમારી સામે લડતા એક યુવાન વિશે જણાવાયું છે.

PM મોદીને મળવા માટે ઉત્સાહિત છે સ્પર્શ

સ્પર્શ શાહે જણાંવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળવા માટે ઘણાં ઉત્સાહિત છે. તેઓ જણાવી રહ્યા છે કે, મારા માટે મોટી સિદ્ધી સમાન વાત છે કે હું આટલા લોકો સામે ભારતનુ રાષ્ટ્રગીત ગાવા જઇ રહ્યો છું. હું વડાપ્રધાન મોદી અને ત્યાં હાજર 50 હજાર લોકો સામે રાષ્ટ્રગીત ગાવાને લઇને ઘણો ઉત્સાહિત છું. સ્પર્શે જણાંવ્યું કે, મેં વડાપ્રધાન મોદીને મેડિસન સ્કાયર ગાર્ડન પાર્કમાં જોયા ત્યારે જ હું તેમને મળવા માગતો હતો.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!