સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક તરફથી ડેટા લીક અને તેના દુરુપયોગને લઇને હાલ વિવાદ ચાલી રહ્યો છે તેવામાં તે વાત પર ચર્ચા થઇ રહી છે કે કેવી રીતે ફેસબુક તરફથી લોકોની સ્ટોર કરવામાં આવેલી વિગતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટનાઓના પગલે લોકો હવે એ વાત પર ધ્યાન રાખવા લાગ્યાં છે કે કેવા પ્રકારની જાણકારી ફેસબુક અને ગુગલ દ્વારા ઇન્ટરનેટ પર આપે.
ગૂગલના ઇકો સિસ્ટમમાં તમારા વિશે ફક્ત સર્ચ જ દર્શાવતું નથી પરંતુ મેપ્સ, યૂટ્યૂબ, ફોટો, જીમેઇલ, કોન્ટેક્ટ્સ જ નહિ અન્ય તમામ માહિતી હોય છે. તમે આ તમામ માહિતી અને ડેટાને નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરીને મેળવી શકો છો.
ગૂગલ મેપ્સ
તમે આ લિંક પર ક્લિક કરીને ગૂગલ મેપ્સ પર પોતાની દિવસભરની એક્ટિવિટી અંગે જાણી શકો છો. એહી તમે ટાઇમ લાઇનમાં જોઇ શકો છો કે તમે ક્યાં ખાસ દિવસે ક્યા સ્થળે ગયાં હતા. તમે કોઇપણ ખાસ દિવસના ટ્રાવેલ રૂટ, મહિના અથવા વર્ષ વિશે જાણી શકો છો. મેપ્સ માટે ગૂગલ રેકોર્ડ વર્ષ 2009થી શરૂ થયું હતું.
ગૂગલ માય એક્ટિવીટી
આ લિંક પર ક્લિક કર્યા બાદ તે તમને ગૂગલના માય એક્ટિવીટી પેજ પર લઇ જશે. ગૂગલ ક્રોમ પર તમારી તમામ એક્ટિવીટી વિશે એક ડિટેઇલ્ડ હિસ્ટ્રી પેજ છે. તેમાં તમે તે તમામ પેજ જોઇ શકો છો જે સાઇટ્સ તમે ખોલી છે. જેમ કે ફેસબુક, વોટ્સએપ, યૂ ટ્યૂબ. જો કે આ એક્ટિવીટી ફકત તમે જ જોઇ શકો છો. પરંતુ સૌથી ખતરનાક બાબત એ છે કે ક્રોમ માંથી બ્રાઉઝીંગ હિસ્ટ્રી ડિલીટ કરવામાં આવ્યાં બાદ પણ આ એક્ટિવીટી જોઇ શકાય છે.
ગૂગલ એડ્સ
સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે જ્યારે તમે કોઇ પ્રોડક્ટને ઑનલાઇન સર્ચ કરો છો અને તેની આગળ તમે તેની સાથે સંબંધિત એડ જુઓ છો. તેવું એટલા માટે થાય છે કારણ કે તમે ખોલેલી સાઇટ્સ અંગે ઓનલાઇન નજર રાખવામાં આવી રહી છે અને તે જ હિસાહે એડ દેખાડવામાં આવે છે.