GSTV

ભીડ ભેગી કરવામાં માહેર ભાજપની અગ્નિપરીક્ષા, નેતાઓનું પાણી મપાઇ જશે

ચૂંટણીની સભા હોય કે,સરકારનો કોઇ અન્ય કાર્યક્રમ હોય. ભીડ ભેગી કરવીમાં ભાજપને કોઇ પહોંચી શકે તેમ નથી. પણ પહેલીવાર એવું બન્યુ છેકે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકોને એકઠા કરવામાં ય ભાજપના ધારાસભ્યો,સાંસદો અને નેતાઓને રીતસર આંખે અંધારા આવ્યા છે. કેમકે, નામ નોંધણી બાદ કાર્ડ સિસ્ટમથી જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે. અત્યાર સુધી ઝૂંપડપટ્ટી કે કારખાનાના ગરીબ મજૂરોને લાવીને ભીડ ભેગી કરવા ટેવાયેલાં ભાજપના નેતાઓને હવે નામ,નોંધણી કર્યા બાદ કાર્ડ સિસ્ટમથી લોકોને સ્ટેડિયમ સુધી લાવવામાં ધોળા દિવસે તારા દેખાઇ રહ્યાં છે.

ભીડ ભેગી કરવાનો ટાર્ગેટ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં એક લાખ લોકોને સ્ટેડિયમમાં ભીડ ભેગી કરવા ભાજપના ધારાસભ્યો,સાંસદો અને પ્રદેશના નેતાઓને ટાર્ગેટ અપાયાં છે. અત્યાર સુધી તો આંગણવાડીની બહેનો, આશા વર્કરો, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વેચ્છિક સંગઠનો પર દબાણ કરીને ભીડ કરવામાં આવી રહી હતી.

સિક્રેટ સર્વિસ એજન્સીઓ કોઈ બાંધછોડ રાખવા માગતા નથી

આ ઉપરાંત ચૂંટણીની સભા, સરકારી કાર્યક્રમ હોય તો ઝૂંપડપટ્ટીની ગરીબ જનતા, કારખાના-ફેકટરીમાં કામ કરતા ગરીબ મજૂરો રાજકીય નેતાઓનો સોફ્ટ ટાર્ગેટ હોય છે પણ આ વખતે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને પગલે સિક્રેટ સર્વિસ એજન્ટો સુરક્ષાના મામલે જરાય બાંધછોડ કરવા માંગતા નથી. મોટેરા સ્ટેડિયમ હોય કે રોડ શો, નામ,નોંધણી બાદ ખાસ પ્રવેશ કાર્ડ આધારે જ પ્રવેશ આપવા નક્કી કરાયુ છે.

ભાજપના નેતાઓની અગ્નિપરિક્ષા

આધારકાર્ડ સહિતના પુરાવા રજૂ કર્યા બાદ રજીસ્ટ્રેશન કરાય છે પછી જ પ્રવેશ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. ભાજપના નેતાઓ માટે હવે અગ્નિ પરિક્ષા છે કેમકે, કેટલાંય ગરીબો એવાં છે કે,જેમની આધારકાર્ડ સહિતના પુરાવા જ નથી. આ જોતાં ભાજપના નેતાઓને સ્ટેડિયમ અને રોડ શોમાં લઇ જવા માણસો ય મળતાં નથી. ઘણાં પુરાવાની માથાકૂટમાં જ પડવા માંગતા નથી.

ભાજપના નેતાઓને આંખે અંધારા આવ્યા

પ્રદેશ નેતાગીરીએ તો ટાર્ગેટ આપી દીધા છે પણ કાર્ડ સિસ્ટમને કારણે એટલી બધી મુશ્કેલી પડી રહી છેકે, ભાજપના નેતાઓને આંખે અંધારા આવ્યા છે. ચા,પાણી,નાસ્તા ઉપરાંત આર્થિક મદદની લાલચ આપવામાં આવી હોવા છતાંય માણસો મળતા નથી. સૌથી મોટુ કારણ એ પણ છેકે, વિદેશ જેવી શિસ્તબદ્ધ સિસ્ટમથી ગુજરાતીઓ ટેવાયેલાં નથી. તેમાં ય ભાજપના કાર્યકરો તો નહીં જ. જોકે, નમસ્તે સ્ટેડિયમમાં પ્રવેશ કાર્ડને સ્કેન કર્યા બાદ જ પ્રવેશ મળશે જેથી આડેધડ રીતે ભીડ ભેગી નહી કરી શકાય છે. આ જોતા નમસ્તે કાર્યક્રમમાં ભીડ ભેગી કરવામાં ભાજપના નેતાઓનું પાણી મપાઇ જશે.

READ ALSO

Related posts

મોદી સરકારની રાહ ન જોઈ : આ રાજ્યે લોકડાઉનનો વધારી દીધો સમય, રેલવે અને હવાઈ સેવા પણ રહેશે બંધ

Karan

14 એપ્રિલ બાદ આ જિલ્લાઓમાંથી લોકડાઉન હટાવી શકે છે સરકાર, 31 મે સુધી આ જગ્યાઓ પર પાબંધીના એંધાણ

Mayur

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!