GSTV

જાણવા જેવું/ તમારી કાર કેવી રીતે થશે સ્ક્રેપ? આ રીતે શરૂ થાય છે કારના ભંગાર થવાની સફર, 5 સ્ટેપમાં પૂરી થાય છે પ્રોસેસ

સ્ક્રેપ

Last Updated on November 25, 2021 by Bansari

તમે સ્ક્રેપ પોલિસી વિશે ઘણી વખત સાંભળ્યું હશે. તમે એ પણ જાણતા જ હશો કે આ પોલિસીમાં જૂની કારોને સ્ક્રેપ કરવામાં આવશે. એટલે કે તમારી જૂની કારને કબાડ બનાવી દેવામાં આવશે. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ નોઈડામાં જૂની ગાડીઓને રિસાઈકલ કરવાના પહેલા યુનિટનો શુભારંભ કર્યો છે. આ સ્ક્રેપ સેન્ટર મારુતિ સુઝુકી અને ટોયોટા દ્વારા બનાવવામાં આવ્યું છે. 10,993 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સેન્ટરમાં 44 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. કાર સ્ક્રેપિંગનું કામ કેવી રીતે કરવામાં આવે છે તે વિશે ઘણા લોકો જાણતા નથી. એટલે કે, જો તમારે પણ તમારી કાર સ્ક્રેપ કરાવી હોય, તો પછી શું કરવું પડશે? આ અમે તમને આ સમાચારમાં જણાવવા જઈ રહ્યા છીએ. તેને સ્ટેપ-બાય-સ્ટેપ સમજો…

જાણો શું છે કાર સ્ક્રેપનો નિયમ

આ પોલિસીમાં 10 વર્ષ જૂની ડીઝલ કાર અને 15 વર્ષ જૂની પેટ્રોલ કારને સ્ક્રેપ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જો કે હવે કારનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. કારનો વીમો લેવા માટે હવે તેનું ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટ જરૂરી રહેશે. આ કારણોસર, દર વર્ષે તમામ કારનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. જો તમારી કાર આ ફિટનેસ ટેસ્ટમાં ફેઇલ થઇ જશે, તો તેને સ્ક્રેપ માટે મોકલવામાં આવશે.

સ્ક્રેપ

સરકારે વ્હીકલ સ્ક્રેપ પોલીસીને વોલિયંટરી વ્હીકલ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (VVMP) નામ આપ્યું છે. જો કોઈ વ્યક્તિની ગાડી ફિટનેસ ટેસ્ટમાં ફેઇલ થઇ જાય છે, તો તેણે તેની ગાડી દેશભરમાં 60-70 રજિસ્ટર્ડ સ્ક્રેપ ફેસિલિટીમાં જમા કરાવવી પડશે. તમામ મોટા અને મેટ્રો શહેરોમાં સ્ક્રેપિંગ સેન્ટરો ખોલવામાં આવી રહ્યા છે. જો આ સેન્ટર તમારા શહેરમાં ઉપલબ્ધ નથી, તો તમારે નજીકના શહેરના સેન્ટરમાં કાર લઈને જવું પડશે.

જાણો શું છે કાર સ્ક્રેપિંગની પ્રોસેસ

તમારી કારને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ જેમ કે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્શ્યોરન્સ, ફિટનેસ સર્ટિફિકેટ, ઓળખ કાર્ડ સાથે રાખો. આ બધાની ફોટોકોપી પણ કરાવી લો. તમારે આ તમામ ડોક્યુમેન્ટ સ્ક્રેપિંગ સેન્ટર પર બતાવવાના રહેશે. બેસિક ફોર્માલિટી બાદ કારના સ્ક્રેપિંગનું કામ શરૂ થશે. તમારી સામે તમારી ગાડીના તમામ પાર્ટ્સ અલગ કરવામાં આવશે.

સ્ક્રેપ

કારના જરૂરી કોમ્પોનેંટ/પાર્ટ્સને અલગ કરવામાં આવશે. તેને ફરી કામમાં લઇ શકાય છે. ખાસ કરીને સ્ટીલ સૌથી મોટુ રૉ મટિરિયલ છે. બેટરી, ધાતુ, ઑયલ, કૂલેંટનો ગ્લોબલ એનવાયરમેંટ સ્ટાન્ડર્ડ અનુસાર નાશ કરવામાં આવશે, જેથી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય નહીં. કારના કોઈ પાર્ટ્સ તમને આપવામાં આવશે નહીં. જ્યારે કાર સ્ક્રેપ થઈ જાય, ત્યારે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પાછા લઇ લો. સાથે જ એન્જિન નંબર, ચેસીસ નંબરની પ્લેટ પણ લઇ લો.

જે પણ સ્ક્રેપિંગ સેન્ટર કે જ્યાં તમારી કાર સ્ક્રેપ થાય છે, તો ત્યાંથી સ્ક્રેપિંગને લગતું એક ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. તેને ડિપોઝિટ સર્ટિફિકેટ કહેવામાં આવે છે. આ સર્ટિફિકેટમાં તમારી ગાડી(મોડલ અને રજીસ્ટ્રેશન નંબર) આ તારીખે સ્ક્રેપ કરવામાં આવી છે તેની ડિટેલ્સ શામેલ છે. ઓટો કંપનીઓ આ સર્ટિફિકેટ પર નવી ગાડી ખરીદતી વખતે એક્સ-શોરૂમ કિંમતના 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. આ સિવાય નવી ગાડી માટે કોઈ રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે.

કારને સ્ક્રેપ કર્યા પછી, ગ્રાહકને એક ડિસ્ટ્રક્શન સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસમાં જઈને જમા કરાવવાનું રહેશે. જે પછી તમારી કારને રસ્તા પર ચાલતા વાહનોની લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવે છે, જેથી ભવિષ્યમાં કોઈ તમારી ગાડીના નંબરનો દુરુપયોગ ન કરી શકે.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!