GSTV
Gujarat Government Advertisement

WhatsApp: શું તમે પણ ઓટો બેકઅપ રાખો છો તો આ રીતે થઇ શકે છે તમારી ચેટ્સ અને પ્રાયવેટ ફોટોઝ LEAK

Last Updated on June 9, 2021 by Pritesh Mehta

છેલ્લા કેટલાંક દિવસોથી ભારતમાં WhatsApp ચર્ચાનો વિષય બની ગયું છે. સરકાર WhatsAppને ડિજિટલ નિયમો હેઠળ મેસેજના ઓરજીનેટર બતાવવા કહી રહ્યું છે. પરંતુ, WhatsApp પોતાના ગ્રાહકોના હિતની રક્ષા અને એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપશનની વાત કરીને સરકારની વાત માનવાનો ઇન્કાર કરી રહ્યું છે. જોકે, લોકોના મનમાં એક સવાલ જરૂર ઉઠે છે કે જો WhatsApp ચેટ્સ સિક્યોર છે તો પછી તે લીક ક્યાંથી થાય છે?

વાસ્તવમાં, WhatsApp કાયમ એ જ કહે છે WhatsAppમાં કરવામાં આવેલ ચેટ્સ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન એટલે મેસેજ મોકલનાર અને મેસેજ રિસીવ કરનાર સિવાય અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ આ મેસેજીસ ઇન્ટરસેપ્ટ નથી કરી શકતું કે ન તો તેને વાંચી શકાતા. WhatsAppનો એ પણ દાવો છે કે કંપની પણ યુઝર્સના મેસેજીસ નથી વાંચી શકતી.

WhatsApp

જોકે, અવાર નવાર તમે સાંભળતા હશો કે WhatsApp ચેટ લીક થઇ. અનેક વાર સેલેબ્રીટીસની પ્રાયવેટ ચેટ ફોટોઝને લઈને ઘણી સંવેદનશીલ ચેટ પણ લીક થતી હોય છે. તાજેતરમાં જ રિયા ચક્રવર્તીના કેસમાં પણ આવું જ થયું હતું. તપાસ એજન્સીઓએ એવા અનેક લોકોના વ્હોટ્સએપ ચેટ મેળવ્યા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે વ્હોટ્સએપમાં જો એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન છે તો લીક કેવી રીતે થાય છે. તેનો જવાબ ઘણો જ સિમ્પલ છે.

વાસ્તવમાં WhatsApp ચેટનો બેકઅપ ગુગલ ડરાઇવ પર થઈ છે. તમે પોતે તમારી ઇમેઇલ આઇડીથી તે લિંક કરો છો. વ્હોટ્સએપ ચેટ બેકઅપ સેટિંગ્સમાં જઈને તમે આ જોઈ શકો છો. મોટાભાગના લોકો ચેટના ઓટો બેકઅપ રાખે છે. જેથી સમયે સમયે ચેટ્સ ગુગલ ડ્રાઈવમાં જતું રહે. તેનાથી જૂની ચેટ્સ શોધવામાં સરળતા રહે છે અને ફોન બદલીયે ત્યારે તેને રીસ્ટોર કરવામાં સરળતા રહે છે. જોકે, સૌથી મોટી સમસ્યા અહીં જ થાય છે અને અહીં થી જ લીક થાય છે. જાણો કેવી રીતે…

WhatsApp ચેટ્સ તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે પરંતુ ગુગલ ડરાઇવ પર જે ચેટ બેકઅપ થયું છે તે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી. ચેટ્સમાં જે ફોટોઝ કે વિડિયોઝ છે બધું જ ગુગલ ડ્રાઈવ પર સ્ટોર રહે છે. એવામાં જો યુઝરની જીમેઈલ આઈડી એક્સેસ કરવામાં આવે તો તમામ ચેટ હિસ્ટ્રી અને બેકઅપ સાથે ફોટોઝ પણ મેળવી શકાય છે. મોટાભાગના કેસમાં આ વાત બહાર આવી છે કે ચેટ બેકઅપને કારણે પ્રાઇવેટ ફોટોઝ લીક થયા છે.

વોટ્સએપ

જોકે સારી વાત એ છે કે ગુગલ ડ્રાઈવ પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન પર કામ કરી રહ્યું છે. એટલે આવનાર સમયમાં બેકઅપ લેવું પણ સિક્યોર થઇ જશે. ત્યાં સુધી તમે રાહ જુઓ અને એ વાત ને લઈને સજાગ રહો કે વ્હોટ્સએપ ચેટ્સ આ રીતે પણ લીક થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

તમે દર મહિને 42 રૂપિયા રોકાણ કરી મેળવો 1000 રૂપિયા પેન્શન, અટલ પેન્શન યોજનામાં સુરક્ષા પણ અને નાણાં પણ

Vishvesh Dave

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Pritesh Mehta

કોરોના કાળમાં સરકારની કામગીરીથી લોકો નારાજ, વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ આરંભી: શું થશે ફેરફાર!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!