GSTV

લહેર અને માન્યતા / શું કોરોના વાયરસ પર થાય છે વાતાવરણની અસર? જાણો શું છે નિષ્ણાતોનો મત

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

કોરોના વાયરસની ત્રીજી લહેરને કારણે ભારત સહિત સમગ્ર દુનિયાના દેશો ચિંતિત છે. પરંતુ કોરોના વાયરસ જ્યારે શરૂઆતમાં ફેલાયો ત્યારે અનેક પ્રકારની અફવાઓ ઉડી. તેમાં પણ ઋતુમાં ફેરફાર થવાને કારણે એટલે કે ચોમાસામાં અને શિયાળાની ઠંડીમાં કોરોનાનું સંક્રમણ બહુ ઝડપથી વધે છે તેવું માનવામાં આવ્યું. પરંતુ તાજેતરમાં વાતાવરણમાં થતા ફેરફારથી કોરોનાનું સંક્રમણ વધે છે કે કેમ તે મુદ્દે ભારતીય વૈજ્ઞાનિકોએ મહત્વનો અભ્યાસ હાથ ધર્યો છે. શું છે આ અભ્યાસના તારણો આવો જોઇએ આ ખાસ અહેવાલમાં.

કોરોના વાયરસ

આવા અનેક પ્રશ્નો આજકાલના નહીં પરંતુ જ્યારે કોરોનાએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લેવાનું ચાલુ કર્યું ત્યારથી ચર્ચાતા રહ્યા છે. પરંતુ આ મુદ્દે હવે ભારતીય વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે. જેમાં અનેક મહત્વના તારણો સામે આવ્યા છે.

કોરોના

ભારત સહિત અનેક દેશો કે જે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં આવે છે તેઓ લગભગ 2 વર્ષથી કોરોના સામે લડાઇ લડી રહ્યા છે. પરંતુ હજુ સુધી પૂરતા પૂરાવાઓ નથી મળી શક્યા કે બદલાતી ઋતુઓની અસર કોરોના વાયરસ પર થાય છે કે નહીં. ભારતીય વૈજ્ઞાનિકો વર્ષ 2020ના ઉનાળા અને ચોમાસાની સીઝનમાં ચાર મોટા અને વિવિધ શહેરોમાં અભ્યાસ કર્યો. આ ચાર શહેરોમાં મુંબઇ. દિલ્હી. પૂણે. અને અમદાવાદનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ ચારેય શહેરોમાં હવામાન તો અલગ રહે છે પરંતુ તેમની ભૌગોલિક સ્થિતિ પણ એકદમ અલગ છે. અભ્યાસમાં એક વાત સ્પષ્ટ થઇ કે મોસમની અસર કોરોના વાયરસના ફેલાવા પર તો પડે છે પરંતુ અલગ અલગ શહેરોની ભૌગોલિક સ્થિતિઓ અને આબોહવા અનુસાર તેમાં વારંવાર ફેરફારો પણ થાય છે.

કોરોના

વર્ષ 2020માં કોરોના વાયરસ સંક્રમણનો દર પૂણેમાં અલગ હતો. તો વળી સૂકો વિસ્તાર ગણાતા દિલ્હીમાં અલગ હતો. બીજી તરફ દરિયાકાંઠે આવેલા મુંબઇ શહેરમાં પણ સંક્રમણનો દર અલગ હતો. પરંતુ અમદાવાદના વાતાવરણનો કોરોના વાયરસના સંક્રમણ સાથે સંબંધ બહુ ઓછો હતો. મતલબ કે અમદાવાદમાં કોરોનાના ફેલાવા પાછળ શહેરની આબોહવાનો ફાળો ખાસ નહોતો. આ ચારેય શહેરમાં કરેલા અભ્યાસથી એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ કે જે પ્રકારે અફવાઓ ફેલાવાતી હતી કે આબોહવાનો સીધો સંબંધ કોરોના વાયરસ સાથે છે. તેની બહુ સ્પષ્ટપણે કોઇ સાબિતી નથી મળી.

જો કે સ્ટડીમાં એક વાત સામે આવી છે કે વર્ષ 2020માં સમગ્ર ભારતમાં કોરોનાનું સંક્રમણ હવામાં તરી રહેલા કણો મારફતે ફેલાયું. જેનો સીધો સંબંધ ભેજ સાથે છે. પરંતુ ઓછો ભેજ ધરાવતા તેમજ સૂકા પ્રદેશોમાં પણ કોરોનાના ઘણા કેસો સામે આવ્યા. મતલબ કે ભારત સહિત અન્ય ઉષ્ણકટિબંધીય જળવાયુ ધરાવતા દેશોમાં આબોહવાના કોરોના સાથેના સંબંધ પર વધુ અભ્યાસની જરૂર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

મોટી જાહેરાત / સરકાર ટૂંક સમયમાં નવી સહકારિતા નીતિ લાવશે, 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા પર નજર

Zainul Ansari

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!