75 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડની પ્રથમ તસવીર રજૂ કરી છે. અત્યાર સુધીમાં અવકાશની લેવાયેલી તસવીરોમાં આ સૌથી વધુ દૂર સુધીના બ્રહ્માંડના દર્શન કરાવતી અને સૌથી વધુ માહિતી રજૂ કરતી તસવીર છે. જેમ્સ વેબ ટેલિસ્કોપે આ તસવીર આજે જાહેર કરી હતી. તસવીરમાં દૂરના બ્રહ્માંડમાં જન્મી રહેલા તારા, મૃત્યુ પામી રહેલા તારા, આકાશગંગા, ગ્રહો, અન્ય અવકાશી પદાર્થો.. વગેરેનો શંભુમેળો જોવા મળે છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેનના હાથે આ તસવીર જાહેર કરવામાં આવી હતી. બાઈડેને કહ્યું હતું કે બ્રહ્માંડના ઈતિહાસમાં આ તસવીર નવેસરથી ડોકિયું કરવાની તક આપે છે. આ તસવીરમાં મુખ્યત્વે તો SMACS 0723 નામની આકાશગંગા જોવા મળે છે. બ્રહ્માંડનો જન્મ અંદાજે 13.8 અબજ વર્ષ પહેલા થયો હતો. આ તસવીર તેની સૌથી નજીકની છે. કેમ કે તેમાં 13 અબજ વર્ષ પહેલા સુધીનું બ્રહ્માંડ આવરી લેવાયું છે. આ તસવીર ટેલિસ્કોપમાં ફીટ થયેલા નિઅર ઈન્ફ્રારેડ કેમેરે દ્વારા લેવાઈ હતી.

બ્રહ્માંડના છેડેથી આવતા કિરણો જે-તે સમયના હોય છે. એટલે કે 13 અબજ વર્ષ પહેલાના કિરણો તસવીરમાં આવે તો એ આપણને 13 અબજ વર્ષ પહેલાનું બ્રહ્માંડ દેખાડે છે એમ કહી શકાય. એ રીતે આ તસવીર અત્યાર સુધીની સૌથી ઊંડાણપૂર્વકની તસવીર છે. આપણે ફોટો પાડીએ ત્યારે એક ક્લિક કરીએ અને તસવીર આવી જતી હોય છે. બ્રહ્માંડની તસવીરો હંમેશા કલાકો સુધી લેવાયેલા ફોટોગ્રાફ્સનું મિશ્રણ હોય છે. વિવિધ તસવીરો ભેગી કરીને તેમાંથી બ્રહ્માંડનું દૃશ્ય ઉભું કરવામાં આવતું હોય છે. આ તસવીર પણ એ પ્રકારની મલ્ટિપલ ઈમેજિસમાંથી તૈયાર થયેલી છે.
The first image from the Webb Space Telescope represents a historic moment for science and technology. For astronomy and space exploration.
— President Biden (@POTUS) July 11, 2022
And for America and all humanity. pic.twitter.com/cI2UUQcQXj
નાસાએ બ્રહ્માંડનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે જ 10 અબજ ડોલર (અંદાજે 75 હજાર કરોડ રૃપિયા)ના ખર્ચે ડિસેમ્બર 2021માં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કર્યું હતું. ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર પોતાના નિર્ધારિત સ્થાને ગોઠવાયા પછી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડનો તાગ મેળવવાની પોતાની કામગીરી આદરી છે. એ કામગીરીના ભાગરુપે જ તેની પ્રથમ તસવીર રજૂ થઈ હતી. આ તસવીર અંગે નાસાના ડિરેક્ટર બિલ નેલ્સને કહ્યું હતું કે આ માત્ર કલર તસવીર નથી, અત્યાર સુધીમાં લેવાયેલી સૌથી ડિપેસ્ટ અને શાર્પેસ્ટ ઈમેજ છે. નાસા સાથે આ ગંજાવર ટેલિસ્કોપમાં યુરોપિયન સ્પેસ એજન્સી સહિતની સંસ્થાઓ સંકળાયેલી છે. માટે લોન્ચિંગ સમયે તેના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. હવે આગામી દિવસોમાં વધુ તસવીરો પણ રિલિઝ કરવામાં આવશે.
આ તસવીર ઘણી જ સ્પષ્ટ છે એટલે તેમાં રહેલું ડિટેઈલિંગ બહુ સરળતાથી જોઈ શકાય છે. કોઈ પણ અવકાશપ્રેમી આ તસવીર જોઈને પ્રભાવિત થયા વગર રહી શકે એમ નથી. બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે 3 દાયકા પહેલા હબલ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવ્યું હતું. હબલ તો અત્યારે કાર્યરત છે જ, પરંતુ હવે સમય સાથે તેની દૃષ્ટિ ઝાંખી પડી રહી છે. માટે તેનું સ્થાન લેવા આ ઈતિહાસનું સૌથી મોટું ટેલિસ્કોપ લોન્ચ કરાયું હતું.
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ તેના લોકેશનના કારણે અન્ય બીજા સ્પેસ ટેલિસ્કોપથી અલગ પડે છે. સામાન્ય રીતે સ્પેસ ટેલિસ્કોપ ધરતીથી ઊંચે લો-અર્થ ઓરબિટમાં ગોઠવાતા હોય છે. જ્યારે જેમ્સ વેબ તો ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર ગોઠવવાયેલું છે. આ ઊંચાઈ પર ટેલિસ્કોપ ગોઠવવું એ મોટો પડકાર હતો. માટે ટેલિસ્કોપની ધરતી પરથી રવાના થયા પછી સફર પણ મહિનાઓ સુધી ચાલી હતી.
- પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા
- મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ
- ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ
- બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા