GSTV
India World ટોપ સ્ટોરી

પહેલીવાર દાઉદ વિદેશમાં ફેલાયેલા પોતાના કારોબારની વાત કરતા ઝડપાયો

દાઉદ ઈબ્રાહીમ કરાચીના પૉશ વિસ્તાર ક્લિફ્ટન ખાતેના કિલ્લેબંધી ધરાવતા મકાનમાં ખુદને બંધ કરીને સુરક્ષિત મહેસૂર કરી રહ્યો છે અને અંધારીઆલમનો પાકિસ્તાનમાં રહેતો ડૉન દાઉદ ક્યારેય જાહેરમાં સામે આવતો નથી. પરંતુ પહેલીવાર દાઉદ વિદેશમાં ફેલાયેલા પોતાના કારોબારની વાત કરતા ઝડપાયો છે.

દાઉદ ઈબ્રાહીમ કાસકરે 80ના દશકમાં ભારતમાંથી ફરાર થયા બાદ કાળા ધંધાની મદદથી પોતાનું મોટું એમ્પાયર ઉભું કરી દીધુ છે. એક મીડિયા જૂથે એક નક્કર પુરાવારૂપ વાતચીતના આધારે દાવો કર્યો છે કે દાઉદ ઈબ્રાહીમની ડી-કંપનીએ અલગ-અલગ ખંડોમાં પોતાનો કાળો કારોબાર વિસ્તાર્યો છે. દાઉદની પાસે કુલ 6.7 અબજ ડોલર જેટલી મિલ્કતો હોવાનું અનુમાન લગાવાયું છે.

મીડિયા જૂથની ટેપ પ્રમાણે દાઉદ ઈબ્રાહીમ મુંબઈમાં પોતાની બેનામી રિયલ એસ્ટેટની કારોબારી ગતિવિધિઓ સંદર્ભે વાત કરતો સંભળાઈ રહ્યો છે. દુબઈને ડી-કંપનીના તમામ કાળા કારોબારનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.

દાઉદ ઈબ્રાહીમની યુએઈમાં પોતાના બિઝનસ એજન્ટ યાસિર સાથેની ટેલિફોનિક વાતચીતને ઈન્ટરસેપ્ટ કરવામાં આવી છે. તો તેને અન્યોના નામ પર કરવામાં આવેલા મોટા રોકાણનો ઉલ્લેખ કરતા પણ સાંભળવામાં આવ્યો છે.

2014માં ઈન્ટરસેપ્ટ કરવામાં આવેલી આ ટેપ્સમાં દાઉદ ઈબ્રાહીમ અને તેના યુએઈ એજન્ટના એક એસ્ક્રો એકાઉન્ટ સંદર્ભે વિગતવાર વાતચીત કરતા સાંભળી શકાય છે. એસ્ક્રો એકાઉન્ટ એટલે કે એવી બેંકિંગ સુવિધા જેના ખરીદદાર અને વિક્રેતા રીયલ એસ્ટેટ ડીલને પૂર્ણ કરવા દરમિયાન પોતના ફંડ્સ રાખી શકે છે.

આ ટેપ્સમાં દાઉદને અલ ખેલ હાઈટ્સ પ્રોજેક્ટ માટે જ એડવર્ટાઈઝિંગ અને મીડિયા પ્લાન સંદર્ભે યાસિરને પુછપરછ કરતો સાંભળી શકાય છે. એક સીનિયર તપાસકર્તા પ્રમાણે કરાચીમાં બેઠેલો દાઉદ ઈબ્રાહીમ રિમોટ કંટ્રોલ દ્વારા દુબઈના અલ હામરિયા પોર્ટના કાર્યાલયમાંથી ઈન્ટરનેશનલ ક્રિમિનલ નેટવર્કને સંચાલિત કરે છે.

દાઉદીની ગતિવિધિઓ ઘણાં લાંબા સમયથી ઈન્ટેલિજન્સના રડાર પર છે. મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દાઉદ ઈબ્રાહીમના અચ્છે દિન હોવાની વાત પણ ફોનકોલ્સમાં ખુલી છે.

 

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk
GSTV