GSTV
Home » News » PM મોદીની મેગા ઇવેન્ટ ‘Howdy Modi’ માટે હ્યૂસ્ટન જ કેમ પસંદ કરાયું? આ છે મોટું કારણ

PM મોદીની મેગા ઇવેન્ટ ‘Howdy Modi’ માટે હ્યૂસ્ટન જ કેમ પસંદ કરાયું? આ છે મોટું કારણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાનાં હ્યૂસ્ટનમાં આવેલા એનઆરજી સ્ટેડિયમમાં આજે 50 હજાર લોકોને સંબોધન કરશે. પહેલી વખત કોઇ દેશનાં નેતા અમેરિકામાં આટલો મોટો શો કરી રહ્યા છે. આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે.

હ્યૂસ્ટન કેમ મહત્વપૂર્ણ?

આ કાર્યક્રમને ભારત અને અમેરિકા એમ બન્ને દેશો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોદીનાં આ કાર્યક્મ માટે હ્યૂસ્ટન શહેરને જ કેમ પસંદ કરવામાં આવ્યું. તેમજ છેલ્લા ઘણા સમયથી સંબંધોમાં પડેલી તકરાર, તેમ છતાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ કાર્યક્રમમાં શામેલ થવા માટે કેમ રાજી થયા તે સૌથી મહત્વનો સવાલ છે.

હાઉડી મોદી કાર્યક્રમ હ્યૂસ્ટનમાં થશે, જે ટેક્સાસનું એક શહેર છે. અહિં મોટી સંખ્યામાં ભારતીય મૂળનાં અમેરિકનની વસ્તી છે. હ્યૂસ્ટન સિવાય ડલાસ પણ ટેક્સાસનું એક મહત્વપૂર્ણ શહેર છે. બન્ને શેહેરોનું સ્થાન તે ટોપ-10 સ્થળોમાં શામેલ છે, જ્યાં ભારતીય-અમેરિકન લોકોની સંખ્યા અધિક છે.

પીએમ મોદી ન્યૂયોર્ક, સેન જોસ અને વોશિંગ્ટન ડીસીમાં પણ આવી ઇવેન્ટ્સમાં શામેલ થઇ ચુક્યા છે. મોદીની દરેક ઇવેન્ટમાં સારી માત્રામાં લોકો આવ્યા હતાં. તેમજ તેની સીધી અસર ભારતીય રાજનીતિ પર જોવા મળી છે. તેનાં કારણે લોકો વચ્ચે સીધો સંદેશ પહોંચે છે કે હવે વિદેશમાં ભારતની ઇમેજ સારી થઇ રહી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત

હાઉડી મોદી કાર્યક્રમ બાદ પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે ન્યૂયોર્ક તરફ રવાના થશે. આ પહેલા તેઓ અમેરિકી કોંગ્રેસનાં સદસ્યો સાથે સંવાદ કરશે. જો કે હજુ મોદીની મુલાકાતનું સમયપત્રક જાહેર થયું નથી. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીની આ અમેરિકા યાત્રા પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત મુલાકાત થશે.

READ ALSO

Related posts

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

Mansi Patel

મહિલા બની ડ્રેકુલા, 4 વર્ષની બાળકીનું લોહી પીને મારી નાખી

Kaushik Bavishi

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : આ 6 ફેક્ટર નક્કી કરશે કે કોને મળશે સીએમની ખુરશી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!