GSTV
Gujarat Government Advertisement

ટ્રિક/ Whatsapp પર પણ એક સાથે 50 લોકો કરી શકે છે કૉલ, જાણો શું છે પ્રોસેસ

whatsapp

Last Updated on June 10, 2021 by Bansari

આજકાલ વીડિયો કોન્ફ્રેંસિંગ અને Calling Appની ભરમાર છે. એકથી એક ચડિયાતા ફીચર્સ અને સુવિધાઓ આ એપ્સમાં મળે છે. Whatsappના મેસેંજર રૂમમાં પણ Video Callingની એવી સુવિધા છે જેમાં એક સાથે 50થી વધુ લોકો સાથે ગ્રુપ વીડિયો કૉલ કરી શકાય છે. ચાલો તમને જણાવીએ કેવી રીતે…

WhatsApp

તેમાં એક યુઝર Rooms બની શકે છે. જ્યાં મોટા ગ્રુપમાં મેસેંજર એપનો ઉપયોગ કરીને અથવા મોબાઇલ કે વેબ બ્રાઉઝર મેસેંજર વેબસાઇટ ખોલીને વીડિયો ચેટ કરી શકે છે. યુઝર્સ Whatsappમાં પોતાના Contacts અને ગ્રુપ ચેટ માટે ઇનવિટેશન લિંક મોકલી શકે છે જેથી તે Roomsમાં સામેલ થઇ શકે. આ ફીચરની સૌથી ખાસ વાત એ છે કે યુઝર ફક્ત લિંક દ્વારા ગ્રુપ વીડિયો કૉલમાં એક કરી શકે છે. ભલે તેની પાસે ફેસબુક એકાઉન્ટ કે મેસેંજર એપ ન હોય.

આ રીતે કરો યુઝ

-WhatsApp વેબ કે ડેસ્કટૉપ ઓપન કરો.

-તે ચેટ પર જાઓ, જેને તમે વીડિયો કોલ માટે સિલેક્ટ કરવા માગો છો.

-સ્ક્રીન પર અટેચમેન્ટ આઇકન પર ટેપ કરો.

-અટેચમેન્ટ આઇકન પર ક્લિક કરવા પર તમને અનેક વિકલ્પ જોવા મળશે જેમ કે ડોક્યુમેન્ટ, કેમેરા, ગેલેરી, ઓડિયો, પેમેન્ટ અને રૂમ.

-તમારે Rooms પર ક્લિક કરવાનું છે.

-Rooms પર ક્લિક કરવા પર તમને continue in messanger to create a roomનો વિકલ્પ જોવા મળશે.

-હવે’Continue in Messenger’ ઓપ્શન પર ક્લિક કરો.

– તે બાદ તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

 આ સાથે જ Whatsapp પર હવે મેસેજ મોકલવો પણ ઘણો સરળ થઇ જશે. Fast Playback ફીચર દ્વારા યુઝર્સ વોયસ મેસેજ માટે પ્લેબેક સ્પીડ સેટિંગને ચેંજ કરી શકે છે. તેના દ્વારા કોઇના અવાજની પિચ બદલ્યા વિના પ્લેબેક સ્પીડને બમણી સુધી વધારી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!