દેશમાં વધતા જતા કોરોના ચેપના રોગચાળા બાદ હવે તેના નવા વેરિએન્ટ ઓમીક્રોને પગપેસારો કર્યો છે. આવા સમયે તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. કોરોના ઇન્ફેક્શનથી બચવા માટે જ્યારે પણ બહાર નીકળો ત્યારે હાથ ધોઇને સેનિટાઇઝ કરી માસ્ક પહેરો. નિષ્ણાતો કહે છે કે, એન-95 રેટિંગ્સવાળા માસ્ક કોરોના ચેપને રોકવા માટે પૂરતું સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ માસ્ક લેતી વખતે, ખાતરી કરો કે, માસ્ક તમારા નાક, મોઢાને યોગ્ય રીતે ફિટ બેસે છે. એન-95 આ માસ્કને કોરોના ઇન્ફેક્શનથી બચવા માટે સૌથી સુરક્ષિત માસ્ક માનવામાં આવે છે. તે કોરોના વાયરસને શરીરમાં પ્રવેશતા અટકાવે છે.

આપણે કેટલી વાર એન-95 માસ્કનો ઉપયોગ કરી શકીએ?
એન-95 માસ્ક શ્વસનક્રિયા ને અવરોધ ના આવે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને ખાસ કરીને નાના કણોને ફિલ્ટર કરવા માટે બનાવવામાં આવ્યા છે. આ માસ્ક બહારથી આવતા 0.3 માઇક્રોન આકારના કણોને બહાર જ બ્લોક કરે છે. જેથી સંક્રમણનો ખતરો રહેતો નથી.

એન-95 ને કેવી રીતે સેનિટાઇઝ કરવું ?
એન-95 માસ્કનો ઉપયોગ ઘણી વાર કરી શકાય છે, જ્યારે તેનો ઉપયોગ ન હોય તો તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાય છે. તેને સ્વચ્છ પ્લાસ્ટિકના પાત્રમાં સંગ્રહિત કરવું આવશ્યક છે. એ સુનિશ્ચિત કરો કે માસ્કને 3-4 દિવસ સુધી સૂકા વાતાવરણમાં રાખવામાં આવે છે. એન-95 માસ્કને જંતુરહિત કરવાની બીજી રીત એ છે કે તેને સ્ટરલાઈઝ કરવા. સામાન્ય રીતે 2-3 માસ્કનો ઉપયોગ કરવો હિતાવહ હોય છે.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં