GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શું છે Digilocker અને કેવી રીતે કરશો યુઝ? એક ક્લિકે જાણો તમામ વિગતો

digilocker

આજકાલ ડિજિલોકર (Digilocker) એપ ખૂબ જ ચર્ચામાં છે. CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને SMS મોકલીને પોતાની માર્કશીટ માટે Digilocker મોબાઇલ એપ ડાઉનલોડ કરવા રહ્યું છે. Digilockerથી ડિજિટલ માર્કશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ વેબસાઇટ digilocker.gov.in પર જવાનું છે. જો કે આ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરવા ન માગતા હોય તે તેને digilocker.gov.in પર લૉગ ઇન કરીને પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.

Digilocker એક પ્રકારનું વર્ચુઅલ લૉકર છે, જેને જુલાઇ 2015માં લૉન્ચ કરવામાં આવી હતી. Digilockerમાં ખાતુ ખોલવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવુ જરૂરી છે. Digilockerમાં તમે તમારુ પેન કાર્ડ, વોટર આઇડી, પાસપોર્ટ અથવા કોઇ અન્ય મહત્વનાં ડોક્યુમેન્ટ રાખી શકો છો.

આ રીતે બનાવો Digilocker પર એકાઉન્ટ

Digilocker પર એકાઉન્ટ બનાવવા માટે સૌપ્રથમ digilocker.gov.in અથવા digitallocker.gov.in પર જાઓ. તે બાદ રાઇટ સાઇડ પર sign up પર ક્લિક કરો. તે બાદ એક નવુ પેજ ખુલશે. જ્યાં તમારો મોબાઇલ નંબર નાંખો. Digilocker તમારા દ્વારા રજીસ્ટર કરવામાં આવેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલશે જેને તમારે એન્ટર કરવો પડશે. તે બાદ યુઝર નેમ અને પાસવર્ડ સેટ કરો. તે બાદ તમે Digilockerને યુઝ કરી શકો છો.

આ રીતે કરો ડોક્યુમેન્ટ સેવ

Digilockerમાં તમે તમારા ડોક્યુમેન્ટ સેવા કરવા માગતા હોવ તો સૌપ્રથમ તમારે તે ડોક્યુમેન્ટ્સને સ્કેમ કરવા પડશે. તમે તે ડોક્યુમેન્ટના ફોટો પણ ક્લિક કરી શકો છો અને તમે તે તમામ ડોક્યુમેન્ટ્સને Digilockerમાં સેવ કરી શકો છો. ડોક્યુમેન્ટ વિશે તમે સંક્ષિપ્તમાં વિગતો પણ લખી શકો છો. જેથી તમને ફાયદો થશે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે Digilockerમાં તમે તમારી ધોરણ-10 અને 12, ગ્રેજ્યુએશનની  માર્કશીટ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ સહિત અનેક ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકો છો. જણાવી દઇએ કે અહીં 50MBના ડોક્યુમેન્ટ્સ જ અપલોડ કરી શકો છો.

Read Also

Related posts

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!