GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આધાર કાર્ડમાં નામ, લિંગ કે જન્મ તારીખમાં ભૂલ થઇ હોય તો આ વાંચી લો, UIDAIએ બદલી નાંખ્યા છે નિયમો

યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને અન્ય માહિતી અપડેટ કરવાના નિયમોમાં સુધારો કર્યો છે. સુધારેલા નિયમ અનુસાર, આધાર કાર્ડમાં જન્મદિન, નામ અને લિંગમાં ફેરફાર કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જન્મ તારીખમાં ફેરફાર ફક્તે એક વાર થઈ શકે છે.

નિયમો નીચે પ્રમાણે છેઃ

જન્મ તારીખ

UIDAIના નવા નિયમ પ્રમાણે, આધાર કાર્ડમાં નામમાં ફેરફાર ફક્ત બે વાર કરવામાં આવી શકે છે. આધાર કાર્ડમાં પહેલી વાર જે તારીખ નોંધાયેલ છે તેમાં વધુમાં વધુ ત્રણ વર્ષનો (ઘટાડો કે વધારો) સંભવ છે. અનરોલમેન્ટના સમયે જન્મ તારીખ અંગે જે દસ્તાવેજી પુરાવા જમા કરવામાં આવે છે, UIDAIના રેકોર્ડમાં તેને જ પ્રમાણિક માનવામાં આવે છે.

જો કોઈ પાસે એનરોલમેન્ટ સમયે કોઈ દસ્તાવેજ ન હોય તો એ જ તારીખનો સ્વીકાર કરવામાં આવે છે જે નોંધવામાં આવી હોય છે. આમાં ફેરફાર માટે અરજદારને દસ્તાવેજ જમા કરાવવાની જરૂર રહે છે.

લિંગ

લિંગમાં ફેરફાર કે અપડેટ માત્ર એક જ વાર સંભવ છે. જો કોઈ આધાર કાર્ડ યૂઝર નામ, જન્મ તારીખ અને લિંગમાં આનાથી વધુ વખત ફેરફાર કરવા માંગે તો તેના માટે નજીકના UIDAI ઓફિસમાં સંપર્ક કરી શકે છે. આવા યૂઝર્સને પહેલા UIDAI ઓફિસને મેઈલ (help@uidai.gov.in) કરવાનો રહેશે અથવા તો પોતે જઈને અરજી કરવાની રહેશે.

આવેદકને અરજીમાં જણાવવાનું રહેશે કે તે ક્યાં સંજોગો અને મજબૂરીમાં આ ફેરફાર કરવો જરૂરી સમજે છે. ત્યાર બાદ આ નિર્ણય લોકલ UIDAI ઓફિસના અધિકારીઓને કરવાનો રહે છે. આના માટે તે તપાસ કરવા માટે સ્વતંત્ર છે.

Read Also

Related posts

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: આજે સાંજ સુધીમાં અધિક મુખ્ય સચિવને તપાસ એજન્સીઓ રિપોર્ટ સોંપશે

Bansari

આખો દિવસ બસ ઉંઘ જ આવ્યા કરે છે? તમને ક્યાંક આ બિમારી તો નથી થઈ ગઈને?

Arohi

વાઘની સુરક્ષાને લઈને ઉદ્ધવ ઠાકરે સરકાનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!