ભાડાના મકાનમાં રહેતા લોકો માટે ખુશ ખબર છે. હવે આધારકાર્ડમાં સરનાનું બદલવાનો નિયમ સરળ કરી દેવામાં આવ્યો છે. હવે ભાડાના મકાનમાં રહેવાવાળા લોકો ભાડા કરારને મુખ્ય દસ્તાવેજમાં ઉપયોગ કરી શકશે. બસ એટલી જ વાત મહત્વની છે કે ભાડા કરારમાં ભાડુતનું નામ લખેલુ હોવું જોઈએ.
આવી રીતે કરો આધારકાર્ડમાં સરનામું અપડેટ
સૌથી પહેલા ભાડા કરારને સ્કેન કરી તેની પીડીએફ ફાઈલ બનાવી લો. તેના માટે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ભારત સ્કેનર જેવી એપનો ઉપયોગ કરી શકો છે. હવે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે uidaiની સાઈટ પર જાઓ. ત્યાં તમને માય આધારનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્કિક કરો. હવે અપડેટ યોર આધાર સેક્શન પર જઈને એડ્રેસ અપડેટ રિક્વેસ્ટ (ઓનલાઈન) પર ક્લિક કરો. જેવા જ તમે એડ્રેસ અપડેટ રિક્વેસ્ટ (ઓનલાઈન) ક્લિક કરશો તમારી સામે નવું પેજ ખુલશે. અહિયા તમારે પ્રોસીડ ટુ અપડેટ એડ્રેસ વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો.

12 અંકનો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો
અહીંયા 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો. હવે સેન્ડ ઓટીપી વિકલ્પ પર એન્ટર આપો. આટલું કર્યા પછી તમારી પાસે ઓટીપી આવશે તેને એન્ટર કરો અને આગળ વધો. સરનામાંને અપડેટ કરીને તમારા ભાડા કરારની પીડીએફ કોપી ડોક્યુંમેન્ટ સેક્શનમાં અપલોડ કરો. પછી સબમિટ બટન પર ક્લિક કરો. આ પછી તમારા નજીકના બીપીઓ પ્રોવાઈડર પસંદ કરીને રિક્વેસ્ટ સબમિટ બટન પર ક્લિક કરો. હવે તમને અપડેટ રિક્વેસ્ટ નંબર મળશે. આ નંબરની મદદથી, તમે રિક્વેસ્ટની એકનોલેજમેન્ટ કોપી ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકો છો. આ ઉપરાંત રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી તમારું નવું સરનામું થોડા દિવસોમાં અપડેટ થઈ જશે અને તમને તેની સૂચના ઇમેઇલ અથવા મોબાઇલ નંબર પર પણ મળશે.
READ ALSO
- 69 વર્ષીય મહિલા માટે કોર્ટે સંભળાવ્યો ચુકાદો, સેક્સ માણી શકે છે પરંતુ લગ્ન કરી શકશે નહીં
- કામના સમાચાર/ વિદેશ જવા માટે તમારો પાસપોર્ટ નહીં ચાલે : આ બીજા પાસપોર્ટની પણ પડશે જરૂર, બની શકે છે આ ફરજિયાત
- 27 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે મોટું ખેડૂત સંમેલન, બાંહેધરી સાથે મળી પોલીસ મંજૂરી
- આયુષ વિભાગનો મહત્વનો નિર્ણય, આયુર્વેદ અને હોમિયોપેથીના કટઓફમાં કર્યો ઘટાડો
- લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આ 3 ગંભીર પ્રભાવ, જાણો આ સમસ્યાનો ઉપાય