GSTV
Auto & Tech Trending

આધારને ઘરે બેઠા કરો અપડેટ, ફૉલો કરો આ સ્ટેપ્સ

ભારતમાં આધાર હવે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બનતુ જાય છે. ભલે તમામ જગ્યાએ તેને માન્ય રાખવામાં ન આવતુ હોય તેમ છતાં આધાર આપણી ઓળખનો એક મહત્વપૂર્ણ પુરાવો છે. તેવામાં જો તમારે આધારમાં કોઇ નાના-મોટા ફેરફાર કરવા હોય તો તમારે સેન્ટર સુધી જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઑનલાઇન જ આધારમાં ફેરફાર કરી શકો છો. તમે ઑનલાઇન જ તમારા આધારની ડિટેઇલ્સ અપડેટ કરી શકો છો.

-UIDAIની વેબસાઇટ uidai.gov.in દ્વારા તમે તમારા આધાર ડિટેઇલ્સ અપડેટ કરવા માટે રિકવેસ્ટ કરી શકો છે. પેજમાં નીચે તરફ અપડેટ આધાર ડિટેઇલ્સ ઑનલાઇન લિંક પર ક્લિક કરો.

-નેક્સ્ટ પેજમાં નીચેની તરફ રહેલી લિંક પર ક્લિક કરીને રિકવેસ્ટ સબમિટ કરો.

-એકવાર તમે UIDAIના સેલ્ફ સર્વિસ ટૂલ પર પહોંચી જશો ત્યારે તમારો આધાર નંબર અને ટેક્સ્ટ વેરિફિકેશન કોડ નાંખી દો. આ સ્ટેપ બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ આવશે.

-માંગવામાં આવેલી તમામ વિગતો ભરી દો.

-તમે જે પણ ડિટેઇલ્સ અપડેટ કરવા માંગતા હોય તેને સિલેક્ટ કરીને સબમિટ પર ક્લિક કરી દો. તમે નામં, લિંગ, જન્મ તારીખ, એડ્રેસ, મોબાઇલ નંબર અને ઇમેઇલ અપડેટ કરી શકો છો. અન્ય ડિટેઇલ્સને અપડેટ કરવા માટે તમારે સેન્ટર જવુ પડશે.

-અપડેટની વિગતો ભરો અને સબમિટ અપડેટ રિકવેસ્ટ પર ક્લિક કરો.

-જો કોઇ જાણકારી માટે પુરાવા તરીકે કોઇ દસ્તાવેજની જરૂર પડે તો યુઝર્સે દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.

-UAIDAIનું ઑનલાઇન અપડેશન ટૂલ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીને વેરિફાય કરે છે. તમે ભરેલી તમામ વિગતો ચકાસી લો. જો હજુ પણ તમે કોઇ ફેરફાર કરવા ઇચ્છતા હોય તો મોડિફાય પર ક્લિક કરીને આગળના સ્ટેપ્સ ફૉલો કરો. ચેક થઇ ગયા બાદ ઘોષણા ચેકબૉક્સ પર ક્લિક કરીને આગળ વધો.

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV