GSTV
Business Trending

શું Aadhaar Cardમાં ફોટો પસંદ નથી,તેને બદલવા માંગો છો? તો આ છે આધારમાં ફોટો બદલવાની સરળ રીત

Aadhaar Card

સામાન્ય રીતે આપણે જોઈએ છીએતે, મોટાભાગનાં લોકોનાં આધાર કાર્ડમાં ફોટો સારી રીતે પ્રિંટ થતાં નથી. ખરાબ ફોટાને કારણે ઘણીવાર લોકોને પોતાનું આધાર કાર્ડ (Aadhaar Card) બતાવવામાં સંકોચ અનુભવાય છે. જો તમારો ફોટો પણ આધાર કાર્ડમાં (Aadhaar Card)સારો નથી દેખાઈ રહ્યો તો ઘરે બેઠા-બેઠા જ તમે તેને ચેન્જ કરી શકો છો. તેના સિવાય વધારે ખરાબ ફોટો હોવા પર ઘણીવાર ઓળખની પરેશાની ઉભી થઈ જાય છે. એવામાં કોઈ પણ પરેશાનીથી બચવા માટે તમારે આધારકાર્ડ(Aadhaar Card)ને સમય-સમય પર અપડેટ કરાવવાની જરૂર રહે છે.

તમને જણાવી દઈએકે,આધારકાર્ડમાં દરેક ભારતીય નાગરિક ડેટાબેસ જેવાંકે, નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટાની સાથે તેમની બાયોમેટ્રિક જાણકારી વગેરે હોય છે. આ બધી જ જાણકારી સાચી હોવાની સાથે અપડેટ પણ હોતા રહેવું જોઈએ. આપણે ઘણીવાર જોઈએ છીએ કે,લોકો પોતાના મોબાઈલ નંબર બદલી નાંખે છે. પરંતુ તેને બેંક ખાતા, આધારકાર્ડ (Aadhaar Card)તેમજ સરકારી રેકોર્ડમાં અપડેટ કરાવતા નથી. આ કારણે બેંકિંગ છેતરપિંડીની સહિત ઘણી અન્ય મુસીબતોનો સામનો કરવો પડે છે. જો તમે પણ આધાર કાર્ડમાં ઘરેબેઠા પોતાનો ફોટો અપડેટ કરવા માંગો છો તો આ સરળ રીતોને અપનાવી શકો છો.

Aadhaar Card

પહેલી રીત: નજીકનાં કેન્દ્ર પર જઈને Aadhaar Cardમાં ફોટો બદલાવો

 • સૌથી પહેલાં તમે UIDAIની સત્તાવાર વેબસાઈટને ખોલો
 • Get Aadhaarમાં આધાર નામાંકન/ અપડેટ ફોર્મને ડાઉનલોડ કરો.
 • હવે ફોર્મને સારી રીતે ભર્યા બાદ આધાર નામાંકન કેન્દ્રમાં જઈને જમા કરી દો.
 • કેન્દ્ર પર તમને બાયોમેટ્રિક ડેટાને ફરીથી કેપ્ચર કરવાના રહેશે.
 • આ પ્રોસેસમાં ફોટો, ફિંગરપ્રિંટ, રેટિના સ્કેન સામેલ છે.
 • આવુ કરવાથી આધાર ડિટેલ્સ અપડેટ થઈ જશે
 • અપડેટેડ પિક્ચરની સાથે નવું આધાર કાર્ડ લગભગ 90 દિવસોની અંદર મળશે.
Aadhaar Card

બીજી રીત: POST દ્વારા આ રીતે કરો Aadhaarમાં ફોટામાં બદલાવ

 • UIDAI પોર્ટલ પર ‘Aadhaar Card Update Correction’ ફોર્મને ડાઉનલોડ કરો
 • ફોર્મમાં પૂછવામાં આવેલી દરેક જાણકારી ભરો
 • UIDAIનાં ક્ષેત્રીય કાર્યાલયના નામે આધારકાર્ડ અપડેટ કરાવવા માટે પત્ર લખો.
 • પત્રની સાથે પોતાના સ્વ-પ્રમાણિત ફોટો(સાઈન કરીને)ને અટેચ કરી દો.
 • ફોર્મ અને પત્ર બંનેને UIDAIનાં કાર્યાલયનું સરનામું લખીને પોસ્ટ કરો.
 • ઘરની પાસેનાં UIDAI કેન્દ્રનું સરનામું ઓનલાઈન સાઈટ પરથી મળી જાય છે.
 • બે સપ્તાહની અંદર નવા ફોટોગ્રાફની સાથે નવું આધાર કાર્ડ મળી જશે.

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV