GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ આ ફીચરની મદદથી Facebook તમને કરે છે ટ્રેક, જાણો તેને રોકવા માટે તમારી પાસે છે શું ઓપ્શન

Facebook

Last Updated on June 11, 2021 by Karan

Facebook એ ગત વર્ષે એક પ્રાઇવસી ફીચર લોન્ચ કર્યુ હતું. તેને Facebookએ Off-Facebook Activity નામ આપ્યું હતું. આ ફીચરથી તમે તે એપ્સ અને વેબસાઇટ માટે ડેટા જોઇ શકો છો અને તેને કંટ્રોલ કરી શકો છો જે Facebook સાથે જોડાયેલી છે. તેનાથી  તમે એપ્સ અથવા વેબસાઇટની હિસ્ટ્રી ક્લિયર કરી શકો છો. જેની સાથે તમે Facebook ડેટા શેર કરી રહ્યાં છો. તેના માટે તમારી પાસે Off-Facebook Activityને બંધ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે.

આ કામ કરશો તો Facebook તમને તેની એડ દેખાડવાનું બંધ કરી દેશે

તેનાથી પ્લેટફોર્મને તે જાણકારી આપવામાં આવશે કે તમારા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી કોઇપણ જાણકારીને ડિસ્કનેક્ટ કરી દે. અહીં તમે તે પણ સિલેક્ટ કરી શકો છો કે કઇ કંપનીને એક્ટિવિટી શેર કરવા માંગો છો. તે પછી પ્લેટફોર્મ તમને તેની એડ દેખાડવાનું બંધ કરી દેશે. તેની માટે તમારે સેટિંગમાં કેટલાંક બદલાવ કરવાના છે. Off-Facebook Activityને તમે સેટિંગમાં જોઇ શકો છો.

તેના માટે સેટિંગ અને પ્રાઇવસી સેટિંગમાં જવુ પડશે. અહીં સેટિંગ પર ક્લિ કરો. તે બાદ Your Facebook Information પર ક્લિક કરો. અહીં તમે Off-Facebook Activityનો ઓપ્શન જોઇ શકો છો. તેના પર ક્લિક કરીને તમે Off-Facebook Activityને મેનેજ કરી શકો છો.

facebook

આનાથી શું ફાયદો થશે

અહીં any future activity in your accountને ઓફ કરી દો. આ સાથે જ હિસ્ટ્રી પણ ક્લિયર કરી દો. હવે તમને જણાવીએ કે Off-Facebook Activityને ઑફ કરવાથી તમારા એકાઉન્ટમાં શું બદલાવ થાય છે. એક વાર તમે તેને ઑફ કરી દીધું અને ડેટા ક્લિયર કરી દીધો તો Facebook પરથી આ જાણકારી ડીલીટ થઇ જાય છે કે તમે કઇ વેબસાઇટ કે એપને વિઝિટ કરી અને ત્યાં શું કર્યુ.

તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમને આ વેબસાઇટ્સથી ટારગેટેડ એડ્સ નહી દેખાડવામાં આવે. તે ખૂબ જ જરૂરી છે કારણ કે હવે યુઝર્સના ડેટાના આધારે તેમને ટાર્ગેટેડ એડ્સ દેખાડવામાં આવે છે. તેનાથી ઘણી યુઝર્સ પરેશાન પણ રહે છે. તેને ઑફ કરવાથી તમે તેનાથી બચી જશો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!