GSTV

જાણવા જેવું/ રેલવેને કન્ફર્મ ટિકિટ ખોવાઇ કે ફાટી જાય તો કેવી રીતે કરશો મુસાફરી? આ કામ કરશો તો નહીં આવે મુશ્કેલી

ટિકિટ

Last Updated on July 6, 2021 by Bansari

તમે ટ્રેનથી મુસાફરી કરવાના હોવ પરંતુ અચાનક તમારી ટ્રેનની ટિકિટ ક્યાંક ખોવાઇ જાય, તો શું તમે ટિકિટ વિના મુસાફરી કરી શકો છો? આ એક એવો સવાલ છે જે મુશ્કેલ તો છે પરંતુ તેનો જવાબ ખૂબ જ સરળ છે.

ડુપ્લીકેટ ટ્રેન ટિકિટ લઇ શકો છો

જો તમારી ટ્રેનની ટિકિટ ક્યાંક ખોવાઇ ગઇ છે તો ગભરાવાની જરૂર નથી. કારણ કે રેલવે પણ જાણે છે કે આ એક સામાન્ય ભૂલ છે જે કોઇપણ વ્યક્તિથી થઇ શકે છે. તેથી ભારતીય રેલવે પોતાના યાત્રીઓને આવી સ્થિતિમાં એક નવી સુવિધા આપે છે. જો તમારી ટ્રેનની ટિકિટ ખોવાઇ જાય તો તમે તેના બદલે ડુપ્લીકેટ ટ્રેન ટિકિટ જારી કરાવીને યાત્રાન કરી શકે છે. જો કે તેના માટે તમારે થોડા એક્સ્ટ્રા રૂપિયા ખર્ચ કરવા પડશે.

ડુપ્લીકેટ ટિકિટ માટે એક્સ્ટ્રા ચાર્જ

ભારતીય રેલવેની વેબસાઇટ indianrail.gov.in અનુસાર જો રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા પહેલા કન્ફર્મ/RAC ટિકિટ ગુમ થવાની સુચના આપવામાં આવે. તો તેના બદલે એક ડુપ્લીકેટ ટિકિટ જારી કરવામાં આવે છે. રેલવે અનુસાર, તેના માટે કેટલોક ચાર્જ ચુકવવાનો હોય છે. સેકેન્ડ અને સ્લીપર ક્લાસ માટે ડુપ્લીકેટ ટિકિટ તમારે 50 રૂપિયા આપીને મેળવવાની હોય છે. બાકી અન્ય ક્લાસ માટે 100 રૂપિયા ચુકવવાના રહેશે. જો રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા બાદ કન્ફર્મ ટિકિટ ગુમ થવાની સૂચના મળે છે તો ભાડાના 50 ટકા સુધી વસૂલી પણ ડુપ્લીકેટ ટિકિટ જારી કરવામાં આવે છે.

આ વાતો ધ્યાનમાં રાખો

ડુપ્લીકેટ ટિકિટને લગતી આ 5 વાતો ધ્યાનમાં જરૂર રાખો, કારણ કે તે ક્યાંકને ક્યાંક તમારા કામ જરૂર આવશે.

-જો ટિકિટ કન્ફર્મ અથવા RAC હોય અને તે ફાટી ગઇ હોય,તો એક ડુપ્લીકેટ ટિકિટ જારી કરવામાં આવી શકે છે. તેના માટે રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા બાદ યાત્રીને કુલ ભાડાના 25 ટકા ચુકવવાના હોય છે. જો રિઝર્વેશન ચાર્ટ તૈયાર થતા પહેલા તમે અપ્લાય કર્યુ છે તો તે જ ચાર્જ લાગશે જે ટિકિટ ગુમ થવા પર લાગે છે.

ટ્રેન

-ભારતીય રેલવે અનુસાર, વેઇટિંગ લિસ્ટ વાળી ફાટેલી ટિકિટો માટે કોઇપણ ડુપ્લીકેટ ટિકિટ જારી નથી થતી.

-આ ઉપરાંત, જો ટિકિટની વાસ્તવિકતા અને પ્રામાણિકતા વિવરણોના આધારે વેરિફાય કરવામાં આવે છે, તો ફાટેકી ટિકિટ પર રિફંડ પણ સ્વીકાર્ય છે.

-RAC ટિકિટોના મામલે રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા બાદ કોઇપણ ડુપ્લીકેટ ટિકિટ જારી ન કરી શકાય.

-જો ડુપ્લીકેટ ટિકિટ જારી થયા બાદ ઓરિજિનલ ટિકિટ પણ મળી જાય છે અને બંને ટિકિટોને ટ્રેન છૂટતા પહેલા રેલવેને બતાવવામાં આવે છે. તો ડુપ્લીકેટ ટિકિટ માટે ચુકવવામાં આવેલી ફીસ પરત થઇ જશે. જો કે તેના 5 ટકા અમાઉન્ટ કાપી લેવામાં આવશે. જે મિનિમમ 20 રૂપિયા હશે.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!