GSTV
Home » News » ચોરાઇ ગયો છે સ્માર્ટફોન? ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track

ચોરાઇ ગયો છે સ્માર્ટફોન? ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track

જો તમારો સ્માર્ટફોન ક્યાંય ગુમ થઇ ગયો હોય અથવા તો ચોરી થઇ ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાંક ફંક્શનન્સનો ઉપયોગ કરીને તમે તમારો સ્માર્ટફોન ટ્રેક કરી શકો છે. જેવી રીતે એપ્પલ ‘ફાઇન્ડ માય ફોન’ ફંક્શનની સુવિધા આપે છે તેવી જ રીતે એન્ડ્રોઇ યુઝર્સ માટે ‘ફાઇન્ડ યોર ફોન’ ફીચર આપવામાં આવે છે. તેના દ્વારા તમે તમારા સ્માર્ટફોનની લોકેશન ટ્રેક કરી શકો છો.

ગૂગલ મેપની મદદથી તમે તમારા સ્માર્ટફોનની લોકેશન એક ટાઇમલાઇનના ફોર્મમાં ટ્રેક કરી શકે છે. તેના માટે તમારે કોઇ બીજા સ્માર્ટફોન અથવા પીસીની જરૂર પડશે. સાથે જ ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂર પડશે.

આ રીતે જાણો ફોનનું લોકેશન

  • સ્માર્ટફોન અથવા પીસી પર www.maps.google.co.in ખોલો.
  • તમારા ખોવાયેલા સ્માર્ટફોન સાથે લિંક્ડ ગૂગલ એકાઉન્ટ લોગઇન કરો.
  • ટૉપ રાઇટ સાઇડ પર રહેલા કોર્નર પર ટેપ કરો.
  • ‘યોર ટાઇમલાઇન’ ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમે જે દિવસ, તારીખ અને મહિનામાં લોકેશન જાણવા માંગતા હોય તે એન્ટર કરો.
  • મેપ્સ પર ડિવાઇસની લોકેશન હિસ્ટ્રી કરંટ લોકેશન સાથે જોવા મળશે.

જણાવી દઇએ કે આ ફીચરનો યુઝ કરવા માટે તે જરૂરી છે કે તમારો ફોન ઑન હોય અને લોકેશન સર્વિસ પણ ઑન હોય.

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar