GSTV

જો ગુમ થઇ જાય તમારો સ્માર્ટફોન,તો Google Mapની મદદથી આ રીતે શોધો

ઘણી વાર એવું થાય છે કે જ્યારે આપણે ખિસ્સામાં હાથ નાંખીએ ત્યારે આપણને અચાનક યાદ આવે છે કે ફોન ક્યાં છે? આવા સમયે તમારે પરેસાન થવાની જરૂર નથી કારણ કે તમે ગૂગલ મેપ્સની મદદથી તમારો ફોન શોધી શકો છો સાથે જ ફોનની રિંગટોન વગાડી શકો છો અને ડેટા પણ ડિલિટ કરી શકો છો. ચાલો જાણીએ.

સૌપ્રથમ તમને જણાવી દઇએ કે તેના માટે તમારી પાસે બીજો સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટર હોવું જોઇએ. સાથે જ ઇન્ટરનેટ કનેક્શન પણ હોવું જોઇએ. આ ઉપરાંત તમને તમારા ખોવાયેલા ફોનમાં લૉગઇન જીમેઅલ આઇડી અને પાસવર્ડ પણ યાદ હોવા જોઇએ.

  •  ફોન કે કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં www.maps.google.co.in પર જાઓ. તે પછી બીજા ફોનમાં રહેલા જીમેઇલ આઇડીની મદદથી લૉગઇન કરવાનું છે.
  • તે પછી સૌથી ઉપર તમને દેખાતા ત્રણ ડૉટ પર ક્લિક કરવાનું રહેશે જે ડાબી બાજુ સૌથી ઉપર ખૂણામાં છે. તે પછી Your Timelineના ઓપ્શન પર ક્લિક કરો.
  • તે પછી તમને વર્ષ, મહિનો અને દિવસનો વિકલ્પ મળશે. જેને પસંદ કરીને તમે તે જાણી શકો છો કે તે દિવસે તમારો ફોન ક્યાં હતો. સાથે જ તમને આજનો દિવસ પણ જોવાનો વિકલ્પ મળશે.
  • હકીકતમાં ગૂગલ મેપની આ ફિચર તમારી લોકેશન હિસ્ટ્રી દેખાડે છે અને જો તમે ફોનને ક્યાંક મુકીને ભૂલી ગયા હોય તો તેની મદદથી તમે તેને શોધી શકો છો. પરંતુ ચોરી થયેલા ફોનને શોધવો મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે આ ફિચરનો ઉપયોગ કરવા માટે તમારા ફોનનું લોકેશન ઑન હોવું જોઇએ.

Related posts

Telegram એપથી વીડિયો અને વોયલ કોલ કરવા માગો છો? તો અહીંયા જાણો સરળ ટ્રીક

Ankita Trada

Flipkart Big Saving Days: આજે જ ઉઠાવો આ ડિસ્કાઉન્ટ ઑફરનો ફાયદો, iPhone 11 મળશે માત્ર….

Mansi Patel

Jio ના લોગો સાથે લોટ વેચી રહી હતી આ કંપની, ટ્રેડમાર્કના દુરુપયોગ મામલે થઈ 4 ની ધરપકડ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!