GSTV
Home » News » પોસ્ટઓફિસની આ ત્રણ યોજનાઓથી તમને થશે સૌથી વધારે ફાયદો, નહી થાય પૈસાની કમી

પોસ્ટઓફિસની આ ત્રણ યોજનાઓથી તમને થશે સૌથી વધારે ફાયદો, નહી થાય પૈસાની કમી

મોંઘવારીનાં આ સમયમાં દરેક લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત રહે છે. દરેક લોકો પોતાના પૈસા વધારવાનાં પ્રયાસો કરે છે. એવામાં આજે અમે તમને પોસ્ટઓફિસની એવી ત્રણ યોજનાઓ વિશે જણાવીશું, જેમાં રોકાણ કરવાથી તમને મોટો ફાયદો થઈ શકે છે.

પબ્લિક પ્રોવિડન્ડ ખાતુ

પોસ્ટ ઓફિસનાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડ ખાતામાં સામાન્ય લોકોને ફાયદો થાય છે. આ ખાતામાં તમારે એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવાનાં રહેશે. ધ્યાન રહે કે, આ યોજના હેઠળ એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાથી વધારે જમા કરી શકશો નહી. તેનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે. જે હેઠળ તમને વાર્ષિક આઠ ટકા લેખે વ્યાજ મળશે. તેની સૌથી ખાસ વાત એછેકે, તમે ફક્ત 100 રૂપિયામાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડ ખાતું ખોલાવી શકો છો. એટલું જ નહી, ઈનકમ ટેક્સ એક્ટનાં સેક્શન 80C હેઠળ ટેક્સ ફ્રી હોય છે. તેની સાથે જ ખાતું ખોલવાનાં ત્રીજા વર્ષથી તમને લોનની સુવિધા પણ મળશે.

સુકન્યા સમૃદ્ધિ ખાતું

સુકન્યા સમૃદ્ધિ ખાતું તમારા માટે લાભદાયી થઈ શકે છે. આ સ્કીમ હેઠળ ખાતું ખોલવા માટે એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાથી લઈને વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયાની જરૂર હોય છે. વ્યાજની વાત કરીએ તો, આ સ્કીમમાં તમને વાર્ષિક 8.5 ટકાનાં દરે વ્યાજ મળશે. ખાસ વાત એછેકે, આ સ્કીમ હેઠળ તમે એક મહિનામાં અથવા તો વર્ષમાં ગમે તેટલી વાર પૈસા જમા કરાવી શકો છો. ધ્યાન રહે જો કોઈ નાણાકીય વર્ષ દરમ્યાન તમે એક પણ રૂપિયો જમા નહી કરાવો તો ખાતું બંધ થઈ જશે. એવી સ્થિતીમાં તમારી ઉપર દંડ પણ લાગી શકે છે. ત્યારબાદ જ ખાતું ફરી શરૂ થઈ શકશે.

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પોસ્ટ ઓફિસની એવી યોજના છે જેના માધ્યમથી તમને નિશ્વિત અવધિમાં સારું રિટર્ન મળશે. અને ઘણો ફાયદો પણ થશે. આ યોજમના હેઠળ તમે વાર્ષિક 8.7 ટકા લેખે વ્યાજ મળશે. અને વ્યાજ ત્રિમાસિક આધાર પર મળશે. આ યોજના હેઠળ તમે વધારેમાં વધારે 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો.

પાંચ વર્ષનો છે મેચ્યોરિટી પીરિયડ

યોજનાનો મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો છે. જોકે, તે હેઠળ એક વર્ષ બાદ પણ પ્રીમેચ્યોર વિથડ્રો કરી શકાય છે. પ્રી મેચ્યોર વિથડ્રો પર જમા રકમનો 1.5 ટકા કિંમત લેવામાં આવે છે.  જ્યારે બે વર્ષ બાદ એક ટકા રકમ  કપાય છે.

બીજી પોસ્ટ ઓફિસમાં કરાવી શકો છો ટ્રાન્સફર

ખાસ વાત એ છેકે, તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારું ખાતું બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાંસફર પણ કરાવી શકો છો. સાથે જ તમે પોતાના ખાતામાં કોઈને પણ નોમિની બનાવી શકો છો.

READ ALSO

Related posts

દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન

Bansari

રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર

NIsha Patel

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!