GSTV

મસાલાઓને આ રીતે કરો સ્ટોર, લાંબા સમય સુધી રહેશે ફ્રેશ અને સુગંધ પણ રહેશે પહેલા જેવી જ

મસાલા

કોઈ પણ ભોજનને બનાવતી વખતે સ્વાદ (Taste)  માટે મસાલાઓ (Spices) ને હંમેશા ધ્યાનમાં રાખવામાં આવે છે. ભોજન અથવા કોઈ પણ ડિશ બનતા સારી માત્રામાં મસાલાનો પ્રયોગ કરીને તેને પકવવામાં આવે તો તે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. દરેક ડિશને અલગ અલગ મસાલાઓ સાથે બનાવવામાં આવે છે. ઘણા મસાલા ઓછા ઉપયોગમાં આવે છે અને ઘણા મસાલોઓ લગભગ દરેક ડિશમાં વાપરવામાં આવે છે. ખુલ્લા મસાલાને રાખવા ખુબ પડકાર રૂપ કામ છે. એવામાં મસાલાઓ જેમનો ઉપયોગ ક્યાંરેક ક્યાંરેક જ થાય છે તેમને સ્ટોર કરવાની જરૂર પડે છે. તો આવો જાણીએ કે મસાલાઓને સ્ટોર કઈ રીતે કરવા જોઈએ (how to store indian spices).

મસાલાઓને હવા લાગવાથી બચાવો

આ પહેલો અને એક જરૂરી નિયમ છે કે મસાલાને સ્ટોર કરતી વખતે હવા ન લાગે તેનું ખાસ ધ્યાન રાખો. હવામાં હાજર ભેજ મસાલાના સ્વાદ, સુગંધ અને રંગ ખરાબ કરી દે છે. જાર અથવા ગ્લાસથી નાના કંટેનરનો ઉપયોગ કરો. પ્લાસ્ટિક જારમાં પણ મસાલા રાખી શકાય છે. જેનાથી ભેજ અંદર ન જાય.

મસાલા

ફ્રીઝમાં ન મુકો

ઘણા લોકો મસાલાઓને ફ્રીઝમાં રાખે છે પરંતુ તમે આવી ભુલ ન કરો ફ્રીઝમાં રાખવાના કારણે મસાલાને વધારે ઠંડી હવા લાગે છે જેના કારણે તેનો ફ્લેવર ખતમ થઈ જાય છે. હા તમે તેને એર ટાઈટ જારમાં બંધ કરીને ફ્રીઝમાં મુકી શકો છો તેનાથી મસાલા તાજા રહે છે. અને તેનો સ્વાદ પણ રહે છે.

વધારે ગરમીમાં ન રાખો

મસાલાને સ્ચોર કર્યા બાદ વધારે ગરમીમાં ન રાખો. કિચનમાં ગરમ જગ્યાઓ પર મસાલાને ન રાખો તેમની જગ્યા બદલી નાખો. કાંચના પારદર્શી જારમાં બંધ કર્યા  બાદ ગરમીથી દુર રાખવાનો પ્રયત્ન કરો. કિચનમાં વાસણ ઘોવાની જગ્યાઓથી મસાલાને દુર રાખો.

મસાલા

ડબ્બાને ક્યારેય ખુલ્લા ન મુકો

સ્ટોર કરેલ મસાલાના ડબ્બાને ક્યારેય ખુલ્લા ન મુકો. વરસાદની સીઝનમાં મોટાભાગે જોવામાં આવે છે કે ડબ્બો ખુલ્લો રહેવા પર તેમાં ભેજ લાગી જાય છે જેના કારણે સીધો સ્વાદ ખતમ થઈ જાય છે.

Read Also

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!