GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Jio / કોલર ટ્યૂન ડિએક્ટિવેટ કરવા માંગો છો? ફક્ત 3 4 ક્લિકમાં થઇ જશે કામ

Jio

આજે ઘણા લોકો ટેલિકોમ કંપની Jioની સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે Jioના માર્ચ 2023માં લગભગ 30.5 લાખ નવા યુઝર્સ બન્યા છે. એરટેલ અને Vi અનુક્રમે 10.37 લાખ અને 12.12 લાખ ગ્રાહકો સાથે ખૂબ પાછળ છે.

કંપની તેના વપરાશકર્તાઓને વધુ સારી સેવા આપવા માટે ઘણા ફાયદા આપે છે, જેમાંથી એક કોલર ટ્યૂન છે. પરંતુ ઘણી વખત યુઝર્સને આ સેવા નથી જોતી. તેઓ તેને ડિએક્ટિવેટ કરવાનો માર્ગ શોધે છે. જો તમે પણ Jio વપરાશકર્તા છો અને તમે કોલર ટ્યૂન ડિએક્ટિવેટ કરવા માંગો છો, તો અહીં તમને તે માટેની સંપૂર્ણ પ્રક્રિયા મળી જશે.

Jio કોલર ટ્યૂનને ડિએક્ટિવેટ કરવાની રીત

Jio
  • સૌથી પહેલા તમારે તમારા ફોનમાં MyJio એપ પર જવું પડશે. જો તમારી પાસે આ એપ નથી તો ડાઉનલોડ કરો.
  • તે પછી એપ ઓપન કરો અને નીચે JioTunes વિકલ્પ પર ટેપ કરો.
  • તમારા નંબર પર જે પણ કોલર ટ્યુન સેટ હશે, તમે તેને અહીં જોશો.
  • અહીં તમને ડિએક્ટિવેટ કરવાનો વિકલ્પ મળશે. તેના પર ટેપ કરો.
  • આ પછી તમારી વિનંતી સબમિટ કરવામાં આવશે.

અન્ય રીત

તમે SMS અને IVR દ્વારા પણ આ કામ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે STOP લખીને 155223 પર SMS કરવાનો રહેશે. ત્યારપછી તમને જે મેસેજ આવશે તેમાંથી તમારે ડિએક્ટિવેટ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. આમ કરવાથી તમારું ટ્યુનનું સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થઈ જશે. IVRની મદદથી ડિએક્ટિવેટ કરવા માટે તમારે 155223 ડાયલ કરવાનો રહેશે. પછી તમારે IVR વિકલ્પોમાંથી JioTunes સેવાઓને ડિએક્ટિવેટ કરવાનો વિકલ્પ પસંદ કરવો પડશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV