GSTV

જાણો- કયા અને કેવીરીતે શરૂ થઈ હતી વિરાટ-અનુષ્કાની પ્રેમ કહાની

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. ખૂબ જ ઓછા સમયમાં મોટી સિદ્ધીઓ પ્રાપ્ત કરનાર કોહલીએ બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને પોતાની જીવનસાથી તરીકે પસંદગી કરી. બંનેની જોડીને દેશભરમાં સૌથી લોકપ્રિય જોડી માનવામાં આવે છે. વિરાટ-અનુષ્કાએ 2017માં 11 ડિસેમ્બરે ઈટલીમાં લગ્ન કર્યા હતાં. આવો જાણીએ, બંને વચ્ચેની લવ સ્ટોરી ક્યાથી શરૂ થઈ.

અહીંથી શરૂ થયું ડેટિંગનોઘટનાક્રમ

2013માં એક શેમ્પુની એડ શૂટ દરમ્યાન અનુષ્કા અને વિરાટ મળ્યા હતાં. ત્યારબાદ બંનેમાં ડેટિંગનો ક્રમ શરૂ થયો. 2014માં સાઉથ આફ્રિકા ટૂર દરમ્યાન અફવાહોને ત્યારે બળ મળ્યું જ્યારે અનુષ્કા ઈન્ડિયન ક્રિકેટ ટીમ સાથે રહી હતી. ત્યારબાદ મુંબઈમાં વિરાટ કોહલી અનુષ્કા શર્માને પોતાની કારમાં તેના ઘરે મૂકવા પણ ગયા હતાં.

ન્યૂઝીલેન્ડની શેરીઓમાંહાથમાં હાથ નાખતા દેખાયા હતાં

આ બધી અફવાઓ વચ્ચે વિરાટ કોહલી અને અનુષ્કા સતત પોતાની રિલેશનશીપ છુપાવી રહ્યાં હતાં. આ દરમ્યાન 2014ના ફેબ્રુઆરી મહિનામાં બંને ન્યૂઝીલેન્ડની શેરીઓમાં હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા હોય તેવી તસ્વીરો સામે આવી હતી. ત્યારબાદ જ્યારે અનુષ્કા શ્રીલંકામાં પોતાની ફિલ્મ ‘બૉન્બે વેલવેટ’ની શૂટિંગ દરમ્યાન ગઈ હતી ત્યારે તે વિરાટને તેના 26મા જન્મદિવસ પર શુભેચ્છા આપવા માટે ઉદયપુર આવી હતી.

કોહલીએ સદી બનાવીનેઅનુષ્કાને જાહેરમાં આપી હતી ફ્લાઈંગ કિસ

જ્યારે અફવાઓને વધારે બળ મળ્યું ત્યારે આખરે તેમણે જાહેરાત કરી કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દરમ્યાન 2014માં જ શ્રીલંકા સામે એક મેચમાં જ્યારે વિરાટ કોહલીએ સદી બનાવી તો પ્રેક્ષકોની વચ્ચે બેઠેલી અનુષ્કા શર્મા બાજુ તેમણે ફ્લાઈંગ કિસ આપી હતી. ત્યારથી વાત સ્પષ્ટ થઈ કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. વિરાટ કોહલીએ પણ ખુલીને કહ્યું કે અમે કોઈથી કશું છુપાવીશું નહીં, કારણકે અમે સામાન્ય વ્યક્તિ છે અને અમારે સામાન્ય વ્યક્તિની જેમ પોતાના રિલેશન છુપાવવાની જરૂર નથી.’


બાદમાં વિરાટ અને અનુષ્કા ઘણી જાહેરાતોમાં પણ સાથે દેખાયા. વિરાટ અને અનુષ્કાએ માન્યવરની જાહેરાતમાં સાથે કામ કર્યુ. આ જાહેરાત એક લગ્નની થીમ પર આધારિત હતી, જેમાં બંને એકબીજાને પ્રેમભર્યા વચનો આપતા દેખાય છે. તેમની આ જાહેરાતનો વીડિયો ઘણો વાયરલ થયો હતો અને લોકોએ બંનેની જોડીને ઘણી પસંદ કરી હતી.

READ ALSO

Related posts

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana

યુરોપિયન સ્પેસ એજન્સીનો ચોંકાવનારો રિપોર્ટ, એન્ટાર્કટિકામાં સર્જાઈ છે વિકટ પરિસ્થિતિ

pratik shah

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!