GSTV
Gujarat Government Advertisement

આ બિઝનેસની છે ઘણી ડિમાન્ડ! માત્ર ૨ લાખ રોકાણ કરીને કરો દર મહીને ૫૦ હજારની કમાણી

બિઝનેસ

Last Updated on May 4, 2021 by Pritesh Mehta

જો તમે પણ ઘરે બેઠા કોઈ ધંધો શરૂ કરવા માંગો છો તો કેચઅપ અને સોસનો બીઝનેસ ઘણો સારો છે. અમીર હોય કે ગરીબ દરેક ઘરમાં કેચઅપની માંગ રહે જ છે અને ખાસ કરીને બાળકોને આ ઘણો જ પસંદ હોય છે. તો કોરોનાકાળમાં આ ઘણો ફાયદાકરણ બીઝનેસ સાબિત થઇ શકે છે.

બિઝનેસ

ઘરથી લઈને હોટલ રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ફૂડ સ્ટોલ્સ પર તેનો ખુબ જ વપરાશ રહે છે. તેના માટે વધુ રોકાણ કરવાની પણ જરૂર નથી. આવો જાણીએ આ બીઝનેસ શરૂ કરવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડી શકે છે. ઉપરાંત, કેવી રીતે તમે માત્ર ૨ લાખ રૂપિયાનું રોકાણ કરીને દર મહીને ૫૦ હજાર સુધીની આવક મેળવી શકો છો?

ઓનલાઈન લઇ શકાય છે લાયસન્સ

આ બીઝનેસ શરૂ કરવા માટે તમારા પાસે લાયસન્સ હોવું પ જરૂરી છે. જે તમને FSSAI તરફથી આપવામાં આવે છે. તમે ઓનલાઈન લાયસન્સ લઇ શકો છો જે ૧૦-૧૫ દિવસમાં મળી જાય છે.

કરી શકો છો સર્ટીફીકેશન કોર્સ

સોસ બનાવવા માટે આમતો માત્ર પાંચ લોકોની જરૂર હોય છે. પરંતુ પ્રોડક્ટના માર્કેટિંગ માટે ૪-૫ લોકો રાખવા પડશે. મેન્યુફેક્ચરિંગના લોકોનું ટ્રેઇન્ડ હોવું ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત જે લોકો આ કામ શરૂ કરવા માંગતા હોય તેમને સોસ મેન્યુફેકચરર પાસે ૬ મહિના આ કામ શીખવું જરૂરી છે. અથવા તો તમે કોઈ ફૂડ પ્રોસેસિંગનો કોઈ કોર્સ પણ કરી શકો છો.

કેટલી મળી શકે છે લોન?

આ બીઝનેસ શરૂ કરવામાં સરકાર પણ તમારી મદદ કરશે. પ્રધાનમંત્રી મુદ્રા ય્જના હેઠળ તમને ઓછામાં ઓછા ૫૦ હજારથી લઈને ૧૦ લાખ સુધીની લોન મળી શકે છે. જણાવી દઈએ કે તમારે લોન લેતા પહેલા લાયસન્સ પણ બતાડવાનું હોય છે. જે હેઠળ નાના-મોટા ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં લોનની સુવીધાન પણ રાખવામાં આવી છે.

કયા સંસાધનોની પડશે જરૂર

  • સોસ મેન્યુફેક્ચરિંગ માટે કમસે કમ ૨ લાખ રૂપિયાની મૂડી જરૂર પડશે.
  • સંસાધનો તરીકે કેટલ, મીક્ષર ગ્રાઈન્ડર, બોઈલર અને કોમર્શીયલ ચુલાની જરૂર પડશે
  • ૯ થી ૧૦ લોકોની મદદથી સોસ બનાવવાનું આ કામ કરી શકાય છે
  • આ ઉપરાંત તમે ૧૦૦ ગજની જગ્યામાં આ બિઝનેસ શરૂ કરી શકો છો

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!