GSTV

આ બિઝનેસને શરૂ કરવા માટે મોદી સરકાર આપી રહી છે 3.75 લાખ રૂપિયા, તમે પણ ઉઠાવી શકો છો લાભ

Last Updated on December 15, 2019 by Mayur

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે (Government of India) ગ્રામીણ યુવાઓને (Rural Jobs in India) રોજગાર આપવા માટે મોટા પગલા ભર્યા છે. તેના માટે કૃષિ મંત્રાલયને  (Agriculture Ministry) માટી આરોગ્ય વ્યવસ્થા યોજના હેઠળ (Soil Health Card Scheme) બનાવવામાં આવી છે. કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યુ છેકે, આ યોજના હેઠળ ગ્રામીણ યુવા તેમજ ખેડૂતો જેમની ઉંમર 18થી 40 વર્ષ છે, ગ્રામ્ય સ્તરે નાની માટી પરિક્ષણ પ્રયોગશાળા (Soil Test Laboratory)ની સ્થાપના કરી શકે છે. પ્રયોગશાળાને ખોલવા માટે 5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જેનો 75 ટકા એટલેકે, 3.75 લાખ રૂપિયા સરકાર આપશે.

માટી આરોગ્ય વ્યવસ્થા યોજના

કૃષિ મંત્રી મુજબ, જો સ્વ-સહાય જૂથો, ખેડૂત સહકારી મંડળીઓ, ખેડૂત જૂથો અથવા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ આ પ્રયોગશાળાની સ્થાપના કરે, તો તેઓને પણ આ સહાય મળશે. સરકાર દ્વારા માટીના નમૂના લેવા, પરીક્ષણ કરવા અને માટીના આરોગ્ય કાર્ડ પ્રદાન કરવા માટે નમૂના દીઠ 300 નમૂના આપવામાં આવે છે. મંત્રીએ કહ્યું કે લેબ બનાવવા માટે ઇચ્છુક યુવા ખેડૂત અથવા અન્ય સંસ્થાઓ જિલ્લાના નાયબ નિયામક (કૃષિ), સંયુક્ત નિયામક (કૃષિ) અથવા તેમની કચેરીમાં દરખાસ્ત કરી શકે છે.

આ રીતે શરૂ કરો

માટી તપાસ પ્રયોગશાળાને બે રીતે શરૂ કરી શકાય છે. પહેલી રીતે પ્રયોગશાળા એક દુકાન ભાડા પર લઈને ખોલી શકાય છે. અને તેના સિવાય બીજી પ્રયોગશાળા એવી હોય છે જેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે જેને અંગ્રેજીમાં MOBILE SOIL TESTING VAN કહે છે.

  • પહેલી રીતમાં કારોબારી માટીની ચકાસણી કરશે જે તેની પ્રયોગશાળામાં કોઈના દ્વારા લાવવામાં આવી હોય કે મોકલાવવામાં આવી હોય. અને ત્યારબાદ તેનો રિપોર્ટ ઈમેલ અથવા પ્રિન્ટઆઉટ લઈને ગ્રાહકોને મોકલી દેવામાં આવે. જોકે, પહેલાની તુલનામાં બીજો વિકલ્પ ઘણો ફાયદાકારક થઈ શકે છે. એટલા માટે તેમાં રોકાણનો સવાલ છે તે પહેલાના વિકલ્પની તુલનામાં વધારે જ છે.
  • માટી તપાસ પ્રયોગશાળામાં સેવાઓની એક વિસ્તૃત શ્રૃંખલા રજૂ કરી શકાય છે. આ બિઝનેસને કારોબારી નાના સ્તરથી શરૂ કરી શકે છે. અને જ્યારે તેને પુરો આત્મવિશ્વાસ આવી જાય તો બિઝનેસને તેનાં આધારે જ વધારી શકાય છે.
  • કૃષિ સિવાય કારોબારી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પણ ટાર્ગેટ કરી શકાય છે જે કંપનીઓ બીજ, બાયો ફ્યુઅલ, ખાતરો, કૃષિ મશીનરી વગેરેનું ઉત્પાદન કરે છે આવી કંપનીઓ પણ પછીથી ઉદ્યોગપતિ દ્વારા સેવા આપી શકાય છે.

READ ALSO

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!