GSTV
Gujarat Government Advertisement

કોરોનાકાળમાં છૂટી ગઈ છે જોબ તો આ બિઝનેસ કરી કરો મોટી કમાણી, સરકાર આપશે 25 ટકા સુધી સબ્સિડી

બિઝનેસ

Last Updated on April 17, 2021 by Bansari

કોરોનાકાળમાં ઘણાં લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે. મહામારીની બીજી લહેરથી નોકરી પર ફરીથી સંકટ વધી ગયું છે. એવામમાં જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમારા માટે ડેરી ફાર્મિંગનો વ્યવસાય ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં મોટી કમાણી થઈ શકે છે. સારી વાત એ છે કે આ વ્યવસાયને શરૂ કરવામાં તમને સરકાર તરફથી 25 ટકા સબ્સિડી પણ મળી શકે છે.

બિઝનેસ

ડેરી બિઝનેસમાં તમે રોજે-રોજે દૂધ વેચી સારો નફો કમાવી શકો છે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટસનું ઉત્પાદન પણ કરી શકો છો. ખાણી-પીણી સાથે જોડાયેલા બિઝનેસ સમયની સાથે વધશે. તેથી તે ફાયદાકારક નિવડી શકે છે. તો કેવી રીતે ડેરી ફાર્મિગની શરૂઆત કરવી અને કેટલો ખર્ચ થશે. જાણો સમગ્ર પ્રક્રિયા.

ડેરી ઉદ્યોગસાહસિક વિકાસ યોજનાથી મળશે મદદ

ડેયરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર ડેરી ઉદ્યોગસાહસિક વિકાસ યોજના ચલાવી રહી છે. તેના હેઠળ તમને પશુપાલન અને ડેરી ઉદ્યોગ સ્થાપિત કરવામાં મદદ મળશે. તેમાં તમને કેન્દ્ર અને રાજ્ય સ્તરે સરકાર તરફથી લોન અને સબ્સિડી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડેરી ફાર્મિગ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ગાય અથવા ભેંસની પસંદગી કરવી પડશે.

2 દૂધ આપતા પશુઓથી શરૂઆત કરી શકો છો

નાના સ્તરે ડેરી ફાર્મિંગનો બિઝનેસ શરૂ કરવા માટે તમે પહેલા માત્ર 2 ગાય અથવા ભેંસ ખરીદી શકો છો. બે પશુમાં તમને 35થી 50 હજાર સુધીની સબ્સિડી મળી શકે છે. ડેરી ઉદ્યોગસાહસિક વિકાસ યોજના હેઠળ પ્રોજેક્ટના ખર્ચ પર અરજીકર્તાને 25 ટકા સુધી સબ્સિડી મળે છે. જો તમે અનામત વર્ગમાંથી આવો છો, તો તમને 33 ટકા સુદી સબ્સિડીનો લાભ મળી શકે છે. આ સબ્સિડડી નાબાર્ડ તરફથી આપવામાં આવે છે.

બિઝનેસ

આ વેબસાઇટ પર મળી શકે છે જાણકારી

ડેરી ફાર્મ બિઝનેસ વધારવા માટે સરકાર કેટલાક પોર્ટલ પણ ચલાવી રહી છે. જ્યાં તમને પશુપાલનથી લઇ ડેરી ફાર્મ વગેરેની જાણકારી મેળવી શકો છો. જો તમે ભેંસ અથવા ગાય ખરીદવા માંગો છો, તો https://epashuhaat.gov.in/. પર વિઝિટ કરી શકો છો. આ એક સરકારી વેબસાઇટ છે. આ જ પ્રકારની અન્ય વેબસાઇટ્સ પર પણ જાણકારી મેળવી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ પરિણીત પ્રેમિકાને મળવા ગયો અને પતિ આવી ગયો, પ્રેમીએ એવું કર્યું કે ભગવાનના ઘરે પહોંચી ગયો

Bansari

રૂપાણી સરકારમાં અહીં લોકો પાણી વિનાના : 100 ઈંચ પડતો વરસાદ પણ અહીં લોકો હાલમાં ઉતરી રહ્યાં છે 50 ફૂટ કૂવામાં

Damini Patel

મેઘરાજાની પ્રિમોન્સૂન તૈયારી શરુ: અરબી સમુદ્રમાં પાંચ દિવસમાં વાવાઝોડુ સર્જાશે, નજીકમાં જ આવી રહ્યુ છે ગુજરાતમાં ચોમાસુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!