1 લાખ રૂપિયા છે તો શરૂ કરો બેકરી બિઝનેસ, દર મહિને કમાઈ શકો છો 40 હજાર રૂપિયા

શું તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે ફક્ત 1 લાખ રૂપિયા છે તો તમે ઝડપથી અને ડિમાન્ડની અછત ના આવવાથી બિસ્કીટ મેકિંગ બિઝનેસને કેવીરીતે કરી શકાય તે સમજી લો. વપરાશ અને વળતરની ગેરંટીને પગલે આ વેપાર માટે ફંડ એકત્રિત કરવુ મુશ્કેલ નથી. સરકારની મુદ્રા સ્કીમ હેઠળ તમને સરળતાથી લોન પણ મળી શકશે. આ જ રીતે બિસ્કીટ, કેક, ચિપ્સ અને બ્રેડ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ કરવા માટે પ્લાન્ટ લગાવવા માટે જગ્યા, લૉ કેપિસિટી મશીનરી અને રૉ મટીરીયલમાં રોકાણ કરવાનું રહેશે.

બિસ્કીટ પ્લાન્ટનો ખર્ચ

વર્કિગ કેપિટલ: 1.86 લાખ રૂપિયા

જેમાં રૉ-મટિરિયલ, ઈન્ગ્રેડિએન્ટ અને વર્કર સેલેરી, પેકિંગ અને ભાડું વગેરેનો ખર્ચ સામેલ છે.

ફિકસ્ડ કેપિટલ: 3.5 લાખ રૂપિયા

જેમાં દરેક પ્રકારની મશીનરી અને ઈક્વિપમેન્ટનો ખર્ચ સામેલ છે.

કુલ ખર્ચ: 5.36 લાખ રૂપિયા

એટલેકે 5.36 લાખ રૂપિયાના ખર્ચથી બિસ્કીટ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ શરૂ કરી શકાય છે. જેમાં પોતાના ખિસ્સામાંથી ફક્ત 90 હજાર રૂપિયા રોકીને બાકી રકમ ટર્મ લોન અને વર્કિગ કેપિટલ લોનના ટર્મ તરીકે એકત્રિત કરી શકાય છે.

જમા ખર્ચ (લેખાજોખા)

પ્રોડક્શન કૉસ્ટ: 14.26 લાખ રૂપિયા
ટર્ન ઓવર: 20.38 લાખ રૂપિયા
ગ્રોસ પ્રોફિટ: 6.12 લાખ રૂપિયા
લોનનુ વ્યાજ: 50 હજાર રૂપિયા
ઈન્કમ ટેક્સ: 13-15 હજાર રૂપિયા
અન્ય ખર્ચ: 70-75 હજાર રૂપિયા
નેટ પ્રોફિટ: 4.60 લાખ રૂપિયા
મંથલી ઈનકમ: 35-40 હજાર રૂપિયા

38 ટકા વાર્ષિક રિટર્નના હિસાબથી દોઢ વર્ષમાં આખુ ઈન્વેસ્ટમેન્ટ નિકળી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter