GSTV

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Last Updated on June 15, 2021 by Pritesh Mehta

વ્હોટસએપ આજે દુનિયાની સૌથી મોટું ઝડપી મેસીજીંગ એપ પ્લેટફોર્મ છે. માત્ર ભારતમાં જ લગભગ ૫૫ કરોડ ઉપભોક્તાઓ છે. વ્હોટસએપ પર આપણે રોજે રોજ તમામ પ્રકારના મેસેજ અને માહિતી શેર કરતા રહીયે છીએ. ઘણીવાર, આપણે અજાણતાથી ખોટા સમાચાર અને અફવાઓ ફેલાવનાર મેસેજ શેર કરી દેતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા પર દિવસભર તમામ પ્રકારના સમાચાર શેર થતા રહે છે અને અનેક દાવાઓ પણ કરવામાં આવે છે જો કે તેમાંથી મોટાભાગે ખોટા હોય છે. કોરોના કાળમાં આ પ્રકારના ખોટા અને ભ્રામક મેસેજીસ ફોરવર્ડ થવામાં વધારો થયો છે. દરેક વ્યક્તિ કોરોનાના જાણકાર થઇ ગયા હોય તે રીતે વગર વિચારે મેસેજ ફોરવર્ડ કરી દઈએ છીએ.  જોકે તમે થોડી સમજદારીથી વ્હોટ્સએપ પર કોઈપણ પ્રકાર મેસેજ, કોઈપણ પ્રકારના દાવાની તપાસ કરી શકો છો કે તે સાચા છે કે ખોટા. તો ચાલો જોઈએ કે તમે વ્હોટ્સએપ પર ખોટા મેસેજ કેવી રીતે ચેક કરી શકો છો તેની 10 રીતો

ફોરવર્ડ મેસેજની ઓળખ

વ્હોટ્સએપએ વર્ષ 2018માં જ ફોરવર્ડ મેસેજનું ફીચર રજુ કર્યું હતું જેનાથી તમને ખ્યાલ આવી જશે કે જે તે મેસેજ ફોરવર્ડ છે કે કોઈએ ડાયરેક્ટ મેસેજ કર્યો છે. જયારે પણ તમને ફોરવર્ડ મેસેજ મળે છે ત્યારે તેના તથ્યોની ચકાસણી કરી લો.  તે મેસેજમાં કરવામાં આવેલ દાવાને ગુગલ પર સર્ચ કરી કરીને વિશ્વાસપાત્ર સોર્સ પર તેની તપાસ કરો. અથવા PIB ફેક્ટ ચેકના ટ્વીટર હેન્ડલ પર પણ એક વાર ચેક કરી લો. ફોરવર્ડ કરવામાં આવેલ કોઈપણ મેસેજને આગળ ફોરવર્ડ ન કરવો.

મેસેજ પર કરો સવાલ

જો તમને એવો કોઈ મેસેજ મળે છે જેનાથી તમે સહમતનાથી કે અસહજ અનુભવો છો તો તેવા મેસેજ અંગે તપાસ કરો અને જામકારી મેળવો કે જે તે મેસેજ તમારી ભાવનાઓ ઉશ્કેરવા માટેના ઉદ્દેશ્યથી તો નથી મોકલવામાં આવ્યો ને. મેસેજ પર વિશ્વાસ થયા બાદ જ તેને આગળ ફોરવર્ડ કરો નહિ તો ડીલીટ કરો. જો કોઈ સ્વાસ્થ્ય સંબંધી મેસેજ મોકલે છે તો તેને પૂછો કે આપવામાં આવેલ જાણકારી કે દાવાનો સ્ત્રોત શું છે.

એવા મેસેજની તપાસ કરો જેની જાણકારી પર વિશ્વાસ ન આવતો હોય

અનેક વાર એવા મેસેજ પણ આવતા હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય આવા મેસેજ મોટાભાગે ખોટા હોય છે. એવા,આ તમે મેસેજ ના સોર્સની જામકારી મેળવો કે તે કેટલો વિશ્વાસ પાત્ર છે.

અલગ દેખાતા મેસેજ થી બચો

અનેક વાર એવા મેસેજ મળતા હોય છે જેમાં વિવરણની ભૂલ હોય છે, આવા મોટાભાગના મેસેજ ખોટા હોય છે. આ પ્રકારના મેસેજ તુરંત ડીલીટ કરી દો અને કોઈને પણ ફોરવર્ડ ન કરો.

ફોટાની તપાસ કરો

જયારે વ્હોટ્સએપ પર કોઈ એવો ફોટો કે વિડીયો આવે છે તો તેની તપાસ કરો અને તેને ધ્યાનથી જુઓ. ઘણીવાર ફોટો અને વિડીયોને એડિટ કરીને મોકલવામાં આવ્યો હોય છે.

લિંક પર વિશ્વાસ ન કરો

ક્યારેક મોકલવામાં આવેલ મેસેજમાં આપવામાં આવેલ લિંક જાણીતી સાઈટની હોય પરંતુ તેમાં ખોટી રીતે લિંક રજુ કરવામાં આવી હોય તો સંભવ છે કે મેસેજમાં કઈંક ખોટું છે.

અન્ય સોર્સનો પ્રયોગ કરો

કોઈપણ સમાચારની તપાસ કરવા માટે અન્ય સમાચાર સાઈટની મદદ મેળવો અથવા ટીવી પર તેની તપાસ કરો. જો તે ઘટના અંગે કોઈપણ ઘટના અંગે લખવામાં આવ્યું હોય તો તે મેસેજ સાચો છે.

સમજ્યા વગર મેસેજ ફોરવર્ડ ન કરો

કોઈ પણ મેસેજ આગળ ફોરવર્ડ કરતા પહેલા એક વખત ચોક્કસ વિચારો કે તેમાં આપવામાં આવેલ માહિતી સાચી છે કે ખોટી.

અણગમતા નંબર અને ગ્રુપ્સને બ્લોક કરો

જો તમને લાગે છેકે કોઈ નંબર પરથી ખોટા મેસેજ મળી રહ્યા છે તો તમે તુરંત તે નંબર બ્લોક કરી દો. ઉપરાંત અફવાઓ ફેલાવતા ગ્રુપને પણ છોડી દઈ તે ગ્રુપને બ્લોક કરી શકો છો.

ખોટા સમાચાર જલ્દી ફેલાય છે

તમે એ વાત પર ધ્યાન આપો કે તમને આ મેસેજ કેટલી વાર મળ્યો છે. માત્ર એટલા માટે જ નહિ કે મેસેજ ઘણી વવાર ફોરવર્ડ થયો હોય તે મેસેજ સાચો જ હોય. તમે આવા કોઈપણ મેસેજ ને લઈને શંકા છે તો તમે https://factcheck.pib.gov.in/ પર જઈને પૂછી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt

PM Pension Yojana: આ યોજનામાં દર વર્ષે મળશે 1.1 લાખ રૂપિયા, જાણો કેવી રીતે લેવો લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!