GSTV
Home » News » શું તમારો પગાર સીધો બેન્કમાં જ જમા થાય છે? તો સૌથી પહેલાં આ કામ કરવું છે જરૂરી

શું તમારો પગાર સીધો બેન્કમાં જ જમા થાય છે? તો સૌથી પહેલાં આ કામ કરવું છે જરૂરી

sbi savings plus account

 નોકરીયાતો સૌથી વધુ જે દિવસની રાહ જોતા હોય છે તે છે પગારનો દિવસ. જે દિવસે તેમનો પગાર તેમના ખાતામાં જમા થાય ત્યારે તેમને વધુ આનંદ થતો હોય છે.  આ દિવસની રાહ એટલા માટે જોવાઈ રહી હોય છે કે તેના લીધે તમારા ઘણાબધા મહત્વના કામો અટકેલા હોય છે.

હાલમાં મોટાભાગના લોકો પોતાના પગાર સીધો બેંકમાં જ જમા કરાવતા હોય છે. જેવો પગાર બેંકમાં જમા થાય કે તરત જ તમે મકાનનું ભાડું, વીજળીનું બિલ તેમજ રોંજિદા ઘરવપરાશની મુખ્ય જરૂરિયાત પૂર્ણ કરવા પાછળ તેનો ખર્ચ કરો છો. તો કેટલાક પગારના શરૂઆતના દિવસોમાં મોજશોખ પાછળ પણ ખર્ચ કરી લેતા હોય છે. પોતાની સેલેરીનો ઉપયોગ કરવાની સૌથી સારી પદ્ધતિ કઇ તમે જાણો છો ? તેમજ સેલેરી ખર્ચ કરવામાં પહેલા કઇ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ તેનો તમને ખ્યાલ છે ખરો.

sbi kyc by sms

પોતાની જરૂરિયાત અને ઇચ્છા પૂર્ણ કરવા સાથે પોતાના ભવિષ્યને પણ સુરક્ષિત રાખવું તેમાં વધુ સમજદારી છે. આથી પોતાના પગાર મુજબ બજેટ બનાવવું. જેનાથી ખ્યાલ આવે કે તમારે કેટલા રૂપિયાનો ખર્ચ કરવાનો છે અને કેટલાની બચત કરવાની છે. બિનજરૂરી લાગતા ખર્ચ પર કાપ મૂકવાથી બચત થશે અને તમારું ભવિષ્ય પણ સુરક્ષિત થશે. તમારી તમારી આવકના ઓછામાં ઓછા 20 ટકા હિસ્સા બચત અને રોકાણ માટે રાખવો જોઈએ. તમારી સેલેરી મળે ત્યારે પોતે લીધેલ લોન મેનેજ કરવી તમારી પ્રથમ પ્રાથમિકતા હશે. બંને ત્યાં સુધી દેવું ક્યારે કરવું નહિ.

Life insurance

બચત માટે ઇન્શ્યોરેન્સ તેમજ મ્યુચ્યુઅલ ફંડ એક સુરક્ષિત ઉપાય કહી શકાય. ઇન્શ્યોરેન્સ પોલીસી બીમારી અને મૃત્યુ જેવી આપાતકાલીન સ્થિતિમાં થતા નાણાંકીય જોખમમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. ઇન્શ્યોરેન્સ પોલીસીથી મળતા લાભો વિશે અનેક લોકો હજુ સુધી અજાણ છે. ઇન્શ્યોરેન્સ તમારા પરિવારને સુરક્ષા પ્રદાન કરે છે.

ઇન્સ્યોરેન્સ અનેક પ્રકારના હોય છે. તમે જે તમારા પગારને અનુરૂપ જે બજેટ બનાવ્યું હોય તેનો સરકારી કર્મચારીઓની જેમ ફક્ત કાગળ પર ના રાખી તેનો અમલ કરશો તો જ સારું પરિણામ મળશે. સેલેરીમાંથી કરેલ થોડી-થોડી બચત તમારા જીવનના મહત્વપૂર્ણ ફાઈનાન્સિય લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદ કરશે.

Read Also

Related posts

વિમા ધારકોને મળશે આ એક મોટો ફાયદો, ઈરડાએ આપી દીધા આ આઝાદી

NIsha Patel

JioPhone યુઝર્સને લાગશે મોટો ઝટકો, કંપનીએ સૌથી સસ્તો પ્લાન કર્યો દૂર

Dharika Jansari

શેરબજારમાં રોકાણ હોય તો રહેજો સાવધાન, NSEએ જાહેર કરી છે આ ચેતવણી

Karan
Do NOT follow this link or you will be banned from the site!