GSTV

WhatsApp Tricks / મોબાઈલ પર નંબર સેવ કર્યા વગર પણ મોકલી શકાશે વોટ્સએપ પર મેસેજ, જાણો આ ટ્રીક..

વોટ્સએપ

Last Updated on August 29, 2021 by Zainul Ansari

વોટ્સએપ એ હાલના સમયમાં ખુબ જ લોકપ્રિય બની ચુકેલી મેસેજિંગ એપ્લિકેશન છે. તે તમારી બીજા વ્યક્તિ સાથેની વાતચીતને એકદમ સરળ બનાવે છે. આપણે મોટાભાગે આ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ એવા લોકોને મેસેજ કરવા માટે કરીએ છીએ જેને આપણે પહેલેથી જ જાણતા હોઈએ છીએ પરંતુ, ઘણીવાર કોઈ કારણોસર અજાણ્યા લોકોને પણ મેસેજ કરવાની જરૂર પડતી હોય છે અને આવા કિસ્સામાં આપણે તે વ્યક્તિને મેસેજ કરવા માટે તે વ્યક્તિના મોબાઈલ નંબર સેવ કરવા પડે છે.

વોટ્સએપ

મોટાભાગે આપણે આ અજાણ્યો મોબાઈલ નંબર કામ પૂરું થઇ જાય એટલે કાઢી નાખીએ છીએ પરંતુ, જો તમે ભૂલથી પણ આ નંબર ડીલીટ કરતા ભૂલી જાવ છો તો તે અજાણી વ્યક્તિ તમારી પ્રોફાઇલ અને તમારી વોટ્સએપની તમામ ગતિવિધિઓ જોઈ શકે છે. આજે આ લેખમા અમે તમને વોટ્સએપ પર કોઈપણ નંબર સેવ કર્યા વિના તેને કેવી રીતે મેસેજ મોકલી શકો છો તે ટ્રીક જણાવીશું.

વોટ્સએપ પર નંબર સેવ કર્યા વિના સંદેશા મોકલવાની આ પદ્ધતિ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે કામ કરે છે. આ માટે તમારે ફક્ત તમારા ફોનનું બ્રાઉઝર ખોલવાની જરૂર છે. ત્યારબાદ તમારે યુઆરએલમાં http://wa.me/xxxxxxxxxx ટાઇપ કરવું પડશે. યુઆરએલમાં એક્સની જગ્યાએ તમારે તમારો કન્ટ્રી કોડ સાથે ફોન નંબર આપવો પડશે જેમકે, જો તમે ભારતમાં કોઈ વ્યક્તિને વોટ્સએપ કરવા માંગો છો, તો તમારે 91 પછી તેનો મોબાઇલ નંબર લખવાનો રહેશે. ધારો કે કોઈનો મોબાઇલ નંબર 9876543210 હોય તો તમારે http://wa.me/919876543210 ટાઇપ કરવુ પડશે.

વોટ્સએપ

ત્યારબાદ તમારે એન્ટર પર ક્લિક કરવું પડશે. આ પ્રોસેસ પુરી થશે એટલે તમારી સામે એક પાનું ખુલશે. તમે આપેલા નંબર પર સંદેશો મોકલવાનો વિકલ્પ અહી ઉપલબ્ધ થશે. તેના પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ વોટ્સએપ ખુલશે અને તે અજાણ્યા નંબરનું ચેટબોક્સ ખુલી જશે. ત્યારબાદ તમે તે વ્યક્તિને ખુબ જ સરળતાથી મેસેજ કરી શકો છો અને તમારી અંગત માહિતીની સુરક્ષા પણ જળવાઈ રહે છે માટે હવે જ્યારે પણ આવી કોઈ સ્થિતિ આવે ત્યારે એકવાર આ ટ્રીક જરૂર અપનાવજો.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!