GSTV

Whatsappમાં આ રીતે મોકલો Love સ્ટીકર્સ, આ છે પ્રોસેસ

Last Updated on November 15, 2018 by Bansari

લોકપ્રિય મેસેજિંગ એપ વૉટ્સએપ અવારનવાર પોતાના યુઝર્સ માટે અવનવા ફિચર્સ લઇને આવતું રહે છે. તેવામાં WhatsAppએ તાજેતરમાં જ પોતાના એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે સ્ટિકર્સ ફિચર્સ રોલ આઉટ કર્યા છે. આ ફિચરમાં યૂઝર્સને એક સ્ટિકર સ્ટોર પણ મળશે, જ્યાં તેઓ વધારેમાં વધારે સ્ટિકર ડાઉનલોડ કરી શકશે. પહેલા સ્ટિકર સ્ટોરમાં માત્ર ગણતરીના સ્ટિકર્સ જ હતા, પરંતુ હવે તેમાં 13 સ્ટિકર સેટ આવી ગયા છે, જેમાં પહેલાથી કેટલાક ઇન્સ્ટૉલ્ડ છે.

WhatsAppએ સ્ટિકર્સના ફિચર્સ સિવાય થર્ડ પાર્ટી સ્ટિકર પેકનો ઑપ્શન પણ આપ્યો છે, જેમાં ન તો માત્ર દુનિયાભરના ડેવલપર્સ આ પ્લેટફોર્મ માટે અલગ-અલગ સ્ટિકર બનાવી શકે છે, પરંતુ યૂઝર્સ પણ પહેલાથી રહેલા WhatsApp સ્ટિકર્સ એકબીજાને મોકલી અને સાથે જ પોતાના અલગ સ્ટિકર્સ બનાવી શકે છે.


સ્ટિકર સ્ટોરમાં દરરોજ અલગ-અલગ સ્ટિકર્સ જોડવામાં આવી રહ્યા છે. જે રીતે દિવાળીના ખાસ મૌકા પર દિવાળી સ્ટિકર્સ આપવામાં આવ્યા, તેમ હવે લવ સ્ટિકર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. હવે યૂઝર્સ પોતાના નજીકના વ્યકિતઓને લવ સ્ટિકર્સ મોકલી શકે છે.

આ રીતે મોકલો લવ સ્ટિકર્સ

  • લવ સ્ટિકર્સ મોકલવા માટે સૌથી પહેલા WhatsAppનું લેટેસ્ટ વર્ઝન 2.18 ડાઉનલોડ કરો. આ સિવાય ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
  • આ પછી હોમ સ્ક્રીન અથવા તો એપ બ્રાઉઝરમાં WhatsApp ઑપન કરો.
  • કોઇ પણ ચેટ વિન્ડોમાં જાઓ.
  • હવે ટેક્સ્ટ બોક્સ અથવા તો ડાબી બાજુ આપવામાં આવેલા ઇમોજી આઇકન પર ક્લિક કરો.
  • GIF ઑપ્શન નીચે આપેલા Stickers સેક્શન પર જાઓ.
  • હવે Stickersની જમણી તરફ આવેલા + આઇકન પર ક્લિક કરો.
  • નીચેની તરફ સ્ક્રૉલ કરો અને પછી ‘Get more stickers’ પર ક્લિક કરો.
  • હવે ‘Sticker Packs for WhatsApp’ ઑપ્શન માટે સર્ચ કરી તેને ઇન્સ્ટૉલ કરો.
  • એપ ઑપન કરો અને લવ સ્ટિકર પેક પર ક્લિક કરો. પછી સ્ક્રોલ કરો અને Add to WhatsApp ઑપ્શન પર ક્લિક કરો.
  • હવે પાછા સ્ટિકર્સ વિન્ડો પર જાઓ અને જે સ્ટિકર્સ મોકલવા ઇચ્છો છો તેને સિલેક્ટ કરો અને સેન્ડ કરો.

Read Also

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!