તમારા પૈસે કોઈ બીજુ કરે છે જલસા… રાઉટર હેક થયું છે કે નહીં આ રીતે કરો ચેક અને સિક્યોર

ઈન્ટરનેટ સ્લો ચાલતું હોય તેના ઘણા બધા કારણ હોઈ શકે છે અને તેમાંથી અમુક કારણો ખૂબ કોમન હોય છે. પરંતુ અમુક એવા પણ કારણો હોય છે જેના વિશે તમને જાણ નહીં હોય. આમાંથી એક છે વાઈફાઈ હેકિંગ. જો તમે ઘરમાં વાઈફાઈનો ઉપયોગ કરો છો અને ઈન્ટરનેટ સ્લો છે તો બની શકે કે તમારા પૈસે કોઈ બીજુ પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યું છે.

પડોશમાં રહેતુ કોઈ પણ વ્યક્તિ સરળતાથી તમારા વાઈફાઈનો ઉપયોગ કરી શકે છે અને આના કારણે તમને નુકસાન પણ થઈ શકે છે. કારણ કે જો તમારા વાઈફાઈનો ઉપયોગ કરતું કોઈ પણ વ્યક્તિ તેના પર કોઈ ગેર કાયદેસર કામ કરશે તો તમે ભરાઈ શકો છો. કારણ કે સર્વિસ પ્રોવાઈડર પાસે તમારી જ આઈડી જશે. માટે તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે તમારા વાઈફાઈ રાઉટર પરથી કોઈ બીજુ કનેક્ટ તો નથીને, જો આવું છે તો તમે સજાગ થઈ જાવ અને તમારા વાઈફાઈ રાઉટરને એ રીતે સિક્યોર કરો કે કોઈ તેનો ઉપયોગ ન કરી શકે.

વાઈફાઈ એક્સેસ કરીને ચેક કરો

સૌથી પહેલા તમારું વાઈફાઈ રાઉટર એક્સેસ કરો. તે માટે રાઉટર પર લખેલ IP Addressને તેમારા ઈન્ટરનેટ બ્રાઉઝરમાં ખોલો. સામાન્ય રીતે વાઈફાઈ રાઉટરની IP 192.168.1.1 અથવા 192.168.0.1 હોય છે. તેને નાખતાની સાથે તમારી પાસે રાઉટરનું લોગ ઈન પેજ ખુલસે. જો પહેલા તમે કે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે પાસવર્ડ સેટ કરી રાખ્યો છે તો તેનો પહેલા ઉપયોગ કરો. સામાન્ય રીતે ડિફોલ્ટ યુઝરનેમ Admin અને પાસવર્ડ Password હોય છે.

રાઉટરમાં લોગઈન કર્યા બાદ તમને તેમાં ઘણા પ્રકારના સેટિંગ્સ જોવા મળશે. તેમાંથી એક સેટિંગ્સ કનેક્ટ્ડ ડિવાઈઝનું હશે. એડવાન્સ્ડ ટેબની અંદર નેટવર્ક ફિલ્ટર પર ક્લિક કરો. ત્યાંથી તમે તમારા કોમ્યુટર અથવા તો મોબાઈલનું મેક એડ્રેસ દાખલ કરી શકો છો. આમ કરવાથી ફક્ત એટલા જ ડિવાઈઝ કનેક્ટ થઈ શકશે. આ શિવાય કોઈ પણ તામારા વાઈફાઈ સાથે કનેક્ટ નહીં થઈ શકે.

જો તમારે કોઈ ડિવાઈઝને બ્લોક કરવું છે તો તે ડિવાઈઝનું મેક એડ્રેસ એન્ટર કરી શકો છો. જો ડિવાઈઝનું મેક એડ્રેસ ખબર ન હોય અને તે તમારા રાઉટરથી કનેક્ટ છે તો DHCPની ક્લાઈન્ટ લિસ્ટ સાથે ચેક કરીને બ્લોક કરી શકો છો. છેલ્લે સેવ સેટિંગ્સનું ઓપ્શન છે તેને ક્લિક કરીને સેવ કરી લો.

આ રીતે કરો વાઈફાઈ સિક્યોર

રાઉટર લોગ ઈન પેજ ઓપન કરીને આઈડી પાસવર્ડ એન્ટર કરો અને રાઉટરના હોમ પેજ પર જાઓ. એક વાતનું ધ્યાન રાખો કે રાઉટરનું આઈડી પાસવર્ડ અલગ હોય છે અને વાઈફાઈનો પાસવર્ડ અલગ હોય છે. રાઉટરના યુઝરનેમને SSID પણ કહેવામાં આવે છે. રાઉટર હોમ પેજ પર તમને સેટિંગ્સમાં વાયરલેસ ઓપ્શન મળશે. ત્યાં ક્લિક કરીને તમે SSID પણ કહે છે. રાઉટર હોમ પેજ પર તમને સેટિંગ્સમાં વાયરલેસ ઓપ્શન મળશે. ત્યાં ક્લિક કરી તમે SSIDની જગ્યા પર તમને ગમતું કોઈ પણ નામ રાખી શકો છો.

SSIDની નીચે તમને પાસવર્ડ સેટ કરવાનું ઓપ્શન મળશે. ત્યાં તમે પાસવર્ડ સેટ કરી લો. ત્યાં જ સિક્યોરિટી મોડનો ઓપ્શન આપવામાં આવ્યો હશે. જ્યાં WPA –PSK/WPA2-PSK દેખાશે. તેમાં તમે WPA2-PSK સિલેક્ટ કરી લો. અમુક એડવાન્સ રાઉટર્સમાં WPA WPA2-PSK (TKIP/AES) મિક્સ્ડ ઓપ્શન હોય છે જે વધુ સિક્યોર હોય છે.

એક ફાઈનલ ઓપ્શન એ છે કે તમે તમારા વાઈફાઈનો SSID હાઈડ કરી લો. આમ કરવાથી કોઈને તમારા વાઈફાઈ વશે જાણ નહીં થાય. જ્યારે તમારે કનેક્ટ કરવું હોય ત્યારે તમે તમારા કોમ્યુટર કે સ્માર્ટફોનમાં પોતાના વાઈફાઈની SSID લખીને કનેક્ટ કરી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter