GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

તમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો

જો તમારુ ઘરેલૂ Wi-Fi પથારીમાં સૂતા સૂતા તમને ઓનલાઇન ટ્રાન્જેક્શન, ઓફિસના કામ અને અંગત તથા સંવેદનશીલ જાણકારી શેર કરવામા સુવિધા અને સુરક્ષા આપે છે તો તમારે સાવચેત રહેવાની જરૂરિયાત છે. તમને તે જાણીને આશ્વર્ય થશે કે ઘરમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઇએસપી) દ્વારા ઉપલબ્ધ રાઉટરને સરળતાથી હેક કરી શકાય છે. જો આવું થાય તો તમને ભારે આર્થિક નુકસાન થઇ શકે છે.

હેકર્સ મિનિટોમાં જાણી લે છે પાસવર્ડ

ફિનિશ સાયબર સિક્યોરિટી ફર્મે જણાવ્યા અનુસાર, હેકર્સ થોડા પૈસા માટે થઇને ક્લાઉડ ઇનેબલ્ડ કંપ્યુટર દ્વારા ગણતરીની મિનિટોમાં તમારા ઇન્ટરનેટનો પાસવર્ડ જાણી શકે છે. તાજેતરમાં જ યૂએસ કમ્પ્યુટર ઇમરજન્સી રેડીનેસ ટીમે રશિયાથી સંચાલિત થતી હેકર્સ ટીમને લઇને એલર્ટ આપ્યુ હતુ. આ હેકર્સની ટીમે અમેરિકામાં મોટી સંખ્યામાં ઘરેલૂ રાઉટર્સને હેક કર્યા છે.

અપરાધી ઉઠાવી શકે છે ફાયદો

ક્વીક હીલ ટેક્નોલોજીના મેનેજીંગ ડાયરેક્ટર તથા સીટીઓ સંજય કાટકરે જણાવ્યું કે, સાયબર ક્રીમિનલ પૈસા આપીને સરળતાથી ઘરેલૂ Wi-Fiથી જાણકારી પ્રાપ્ત કરી શકે છે. કાટકરે જણાવ્યું કે એકવાર માલવેરથી પ્રભાવિત થયા બાદ રાઉટર યોગ્ય રીતે કામ નહી કરી શકે. ઘણીવાર બેન્કની સાઇટ્સ અને ઇકોમર્સ સાઇટ પર જવા દરમિયાન આપોઆપ નકલી વેબસાઇટ ખુલી જાય છે. હેકર્સ ઘણીવાર રાઉટરને હેક કર્યા બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવાથી ખચકાતા નથી. કાટકરે ચેતવણી આપી હતી કે ઘણીવાર વ્યક્તિગત અને નાણાકીય જાણકારી ચોર્યા બાદ સાઇબર ક્રીમિનલ તમારા Wi-Fi સાથે જોડાયેલા અન્ય ડિવાઇસ પણ બરબાદ કરી શકે છે.

સામાન્ય રાઉટરથી બચો

જે રાઉટર ઇન્ટરનેટ કનેક્શન સાથે મળે છે અથવા તો એમેજોન જેવી સાઇટ્સ પર મળે છે તેમાં જોખમ વધુ છે. કારણ કે તેમની પ્રસિદ્ધી હેકિંગનું સૌથી મોટુ કારણ બની શકે છે. ડીએનએસ હાઇજેકિંગ ડિવાઇસનો ઉપયોગ કરીને હેકર્સ તમારા ઘરેલૂ વાઇફાઇને હેક કરી શકે છે.  હેકર્સ તમારા ટ્રાફિકને કોઇપણ વેબસાઇટ પર ડાયરેક્ટ જોડી શકે છે. કારણ કે અજાણતા તમે તેને તમારા ફેસબુક અને ક્રેડિટ કાર્ડની જાણકારી આપી દો છો. જો તમે વાઇફાઇ માટે નબળો પાસવર્ડ પસંદ કર્યો હોય તો તે સરળતાથી તેને હેક કરી શકે છે.

આધુનિક રાઉટર જ લગાવો

ઘરેલૂ વાઇ ફાઇ સાથે કનેક્ટેડ લેપટોપ-ડેસ્કટોપ, સ્માર્ટ ટીવી વગેરેને સુરક્ષિત રાખવા માટે તમે એવા રાઉટરની માગ કરો જે નવીનતમ વાઇફાઇ સિક્યોરિટી સિસ્ટમ ડબલ્યૂપીએને સપોર્ટ કરતું હોય.

મહેમાનો માટે અલગ પાસવર્ડ બનાવો

આ સાથે જ તમારે તમારા મહેમાનો માટે અલગ નેટવર્કની સાથે અલગ પાસવર્ડ બનાવવો જોઇએ જેથી તેમના ડિવાઇસ દ્વારા થતી હેકિંગથી તમારી વ્યક્તિગત સુરક્ષા જળવાઇ રહે.

Read Also

Related posts

કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા ટોચના પાંચ રાજ્યો, ટેસ્ટ રેન્કિંગમાં રેન્કિંગમાં ગુજરાત ચોથા સ્થાને

pratik shah

યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો થઇ જાહેર, આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે લેવાયો મહત્વનો નિર્ણય

Bansari

કોરોના નહી રોકી શકે ભારતના રાફેલની ઉડાન, નિશ્વિત સમયે જ ફાઇટર જેટની સપ્લાય કરશે ફ્રાન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!