GSTV

ટેક ટિપ્સ / Facebook, Twitter અને Instagramની આવી રીતે કરો સુરક્ષા, ક્યારેય નહીં થાય હેક

Last Updated on June 2, 2021 by Bansari

સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થવા અથવા તેના ક્લોન બની જવું સામાન્ય બાબત થઇ ગયુ છે. જેમાં Twitter, Facebook અને Instagramને સુરક્ષિત રાખવું મોટું પડકાર છે. એવામાં આજે અમે તમને કેટલિક સરળ ટિપ્સ આપીશુ, જેના દ્વારા તમે તમારી પ્રોફાઇલને હેક થતા બચાવી શકો છો.

Facebookની સિક્યોરિટી

ફેસબુકની સિક્યોરિટી એન્ડ લોગ ઇન પેજ પર જઇ ચેક કરતા રહો કે તમારા ડિવાઇસ સિવાય તમારી આઈડી બીજી કોઈ જગ્યાએ ઓપન તો નથી ને? જો આમ છે તો ત્યા દેખાતા ઓપ્શન ‘લોગ આઉટ ઓલ ડિવાઇસ’થી લોગ આઉટ કરી દો. જો તમે કોઇ વેબસાઇટને ફેસબુકથી લોગ ઇન કરી છે તો તેને તરત હટાવી દો.

પાસવર્ડ

ફેસબુકની સુરક્ષા માટે તમારે એક મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો જોઇએ. અજાણી જગ્યાએ જેમ કે સાયબર કેફે અથવા કોઇ બીજાના ડિવાઇસમાં ફેસબુક ના ચલાવો. સાથે જ લોગ ઇન માટે ટૂ ફેક્ટર ઓથોન્ટિકેશન લગાવો.

Twitterની સિક્યોરિટી

ટ્વીટરને સિક્યોર કરવા માટે સૌથી પહેલા તમારે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનને Turn On કરવાનું રહેશે. આમ કરવાથી તમારા અકાઉન્ટને બે લેયર સુરક્ષા મળી જાય છે. ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન કર્યા પછી અકાઉન્ટ લોગિનના પ્રયાસ કરવા પર તમને ફોન પર કોડ આવશે.

ડાયરેક્ટ મેસેજને ડિસેબલ કરો

તમારા અકાઉન્ટના ડાયરેક્ટ મેસેજને ડિસેબલ કરો, આમ કરવાથી તમને તમારા અકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

સરકાર

ઇંસ્ટાગ્રામની સિક્યોરિટી

ઇન્સ્ટાગ્રામ પર પણ ટૂ-ફેક્ટર ઓેથેન્ટિકેશન હંમેશા Enable રાખો. તેના દ્વારા તમે જ્યારે પણ બીજા ડિવાઇરસમાં લોગ ઇન કરશો તો તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર OTP આવશે. OTP વગર અકાઉન્ટ લોગ ઇન નહીં થાય હંમેશા એપ દ્વારા ઇન્સ્ટાગ્રામ લોગ ઇન કરો. કોઇ લિંકથી લોગ ઇન ના કરો. આમ કરવાથી અકાઉન્ટને હેકર્સથી બચાવી શકાય છે.

Read Also

Related posts

વાઇરલ વિડીયો / વિશાળ અજગરને ગળામાં લપેટીને કેમેરા પર મસ્તી કરતી જોવા મળી એક મહિલા, લોકોએ કહ્યું – She is Crazy

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Zainul Ansari

કામનું / ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ફોન બહાર પડી જાય તો આવી રીતે મેળવી શકો છો પરત, ભૂલથી પણ ચેઇન પુલિંગ ન કરતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!