ઇન્સટન્ટ મેસેજિંગ એપ Whatsapp એમ જ આટલી પોપ્યુલર એપ નથી બની ગઇ. આ એપ પોતાના યુઝર્સની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. મોટાભાગે આપણે આપણા મિત્રો અથવા તો નજીકના લોકોને બર્થ ડે વિશ કરવા માટે રાતે 12 વાગ્યા સુધી જાગતા રહે છે. પરંતુ આજે અમે તમને એક એવી જ ટ્રિક જણાવવા જઇ રહ્યાં છીએ જે બાદ તમારે વિશ કરવા માટે મોડી રાત સુધી નહી જાગવુ પડે. ચાલો જાણીએ ટ્રિક વિશે….

હકીકતમાં તમે Whatsapp પર મેસેજને શિડ્યુલ કરી શકો છો. જો તમે કોઇને 12 વાગે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માગતા હોવ અથવા તો જરૂરી મેસેજ કરવા માગતા હોવ તો તે તમારા ખૂબ જ કામની ટ્રિક છે.
Whatsapp પર આ રીતે શિડ્યુલ કરો મેસેજ
Whatsapp પર મેસેજ શિડ્યુલ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી SKEDit નામની થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની છે.
હવે તે બાદ એપ ઓપન કરો અને Sign Up કરો.
હવે Login કર્યા બાદ મેન મેન્યૂમાં દેખાઇ રહેલા WhatsApp ઓપ્શન પર ટેપ કરો.

આટલુ કર્યા બાદ તમારી પાસે કેટલીક પરમિશન માગવામાં આવશે.
હવે Enable Accessibility પર ક્લિક કરીને Use service પર ટેપ કરો.
હવે તમે જે પણ Whatsapp ચેટ પર મેસેજ શિડ્યુલ કરવા માગતા હોવ તે કોન્ટેક્ટનું નામ નાંખો અને મેસેજ ટાઇપ કરીને ડેટ અને ટાઇમ સેટ કરો.
આટલુ કર્યા બાદ સેટ કરવામાં આવેલી ડેટ અને ટાઇમ પર ઓટોમેટિક મેસેજ સેન્ડ થઇ જશે.
Read Also
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…