GSTV

WhatsApp ચેટને આ રીતે કરો Gmail માં સેવ, અહીંયા જાણો શું છે સ્માર્ટ ટ્રિક

Last Updated on December 26, 2020 by Ankita Trada

WhatsApp અવારનવાર પોતાના યૂઝર્સ માટે ઘણા ફીચર લઈને આવતા રહે છે. આ કારણે આ એપ દુનિયામાં સૌથી વધારે વપરાશ થનાર ચેટિંગ એપ છે. WhatsApp માં તમે પોતાના કોઈ ખાસ મિત્ર અથવા ફરી સંબંધોની ચેટને Gmail પર સેવ કરી શકો છો. તે સિવાય તમે ચેટની મીડિયા ફાઈલ્સને એક વખતમાં ડિલીટ પણ કરી શકો છો. ઘણી વખત અમે WhatsApp નો વપરાશ કરો છો પણ તેમાં હાજર ફીચર અથવા ટ્રિક વિશે જાણકારી હોતી નથી. આજે અમે તમને કેટલીક એવી જ ખાસ ટ્રિ્ક્સ વિશે જણાવી રહ્યા છીએ…

WhatsApp ચેટને Gmail માં આ રીતે કરો સેવ

  • તમે WhatsApp ની પર્સનલ ચેટને મેલથી કોઈને પણ મોકલવામાં આવી શકે છે.
  • એટલુ જ નહી તમે આ ચેટને Gmail પર સેવ પણ કરી શકે છે.
  • ચેટ મોકલવા માટે WhatsApp સેંટિગ્સમાં જઈને ચેટ હિસ્ટ્રીની અંદર આપવામાં આવેલ એક્સપોર્ટ ચેટમાં જાવ.
  • ત્યારબાદ તે કોન્ટેક્ટને સિલેક્ટ કરો જેની ચેટ તમને ઈમેલ પર સેવ કરવાનું છે.
  • અહીંયા એપ તમારે મીડિયા ફાઈલની સાથે અને મીડિયા ફાઈલ્સ વગર ચેટ્સ એક્સપોર્ટ કરવાનો ઓપ્શન મળશે.

ઓનલાઈન થયા વગર વાંચો કોઈપણ ચેટ

જો તમે ઈચ્છો છો કે, તમે Whatsapp પર ઓનલાઈન જઈને કોઈનું ટેક્સ્ટ રીડ કરી લો અને કોઈને એ પણ ન જાણ થાય કે, તમે ઓનલાઈન હતા તો તેના માટે તમારે પોતાના ફોનને એરોપ્લેન મોડ પર નાખવાનો રહેશે. ત્યારબાદ WhatsApp પર જવાનું છે. હવે જેનું પણ તમને ટેક્સ્ટ રીડ કરવાનું છે તેનું કરી શકો છો. ત્યારબાદ પરત બહાર આવો અને એરોપ્લેન મોડને હટાવી દો. આવુ કરવાથી કોઈને પણ જાણ થશે નહી કે, તમે ઓનલાઈન હતા.

સીક્રેટ WhatsApp Chats ને છુપાવો

Archieve Chats ફીચર તમારા WhatsApp ચેટ્સને ચેટ સ્ક્રીનમાંથી ડિલીટ કર્યા વગર જ હટાવી દે છે. અહીંયા પર ધ્યાન આપવાની વાત એ છે કે, જ્યારે તમે ઈચ્છો ત્યારે આ સીક્રેટ ચેટને પરત પણ લઈ શકો છો. આ ફીચરની મદદથી ગૃપ અને પર્સનલ બંને પ્રકારની ચેટ્સને છુપાવી શકાય છે. ફોનમાં WhatsApp App ને ખોલો અને જે પણ ચેટને છુપાવવા માગો છો તે ચેટને થોડા સમય માટે પ્રેસ કરી રાખા. તમને ઉપરની તરફ કેટલાક ઓપ્શન્સ દેખાશે અને તેમાંથી એક વિકલ્પ તમને મળશે Archive તેના પર ટેપ કરો.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!