GSTV
Auto & Tech Trending

ખાસ વાંચો/ Whatsapp વીડિયો કોલમાં તમારો વધુ ડેટા યુઝ થાય છે? આ સિંપલ ટ્રિક્સ જરૂર આવશે કામ

whatsapp

WhatsApp દુનિયામાં સૌથી વધુ યુઝ કરવામાં આવતી મેસેજિંગ એપ છે. તેના કારણે દેશ-વિદેશમાં લોકો જોડાયેલા રહે છે. ખાસ કરીને જ્યારે લાંબી વાત કરવાનો વારો આવે તો આપણે WhatsApp પર Call કે Video Call કરી લઇએ છીએ જેથી આપણુ બેલેન્સ ખર્ચ ન થાય. પરંતુ WhatsApp પર વીડિયો કોલ કરવામાં આવે તો તેમાં યુઝર્સનો ડેટા પણ ઝડપથી યુઝ થાય છે. જો તમે પણ ફટાફટ ડેટા પૂરો થઇ જવાની પ્રોબ્લેમથી પરેશાન છો તો અમે તમને તે ટ્રિક્સ વિશે જણાવી રહ્યાં છીએ જેની મદદથી WhatsApp પર વીડિયો કોલ કરશો તો પણ ડેટાની બચત થશે.

WhatsApp સેટિંગ બદલો

આ સેટિંગ્સમાં બદલાવ કરવા માટે સૌથી પહેલા WhatsAppની સેટિંગ્સમાં જવાનું છે. WhatsAppની સેટિંગ્સમાં ગયા બાદ ડેટા એન્ડ સ્ટોરેજ યુસેજ પર ક્લિક કરવાનું છે. ડેટા એન્ડ સ્ટોરેજ પર ક્લિક કરવાનુ છે. ડેટા એન્ડ સ્ટોરેજ યુસેજ પર ક્લિક કર્યા બાદ કોલ સેટિંગ્સમાં જઇે લો ડેટા યુસેજને ઓન કરવાનું છે.

ડેટા સેવ કરવાની બીજી રીત

WhatsAppમાં ડેટા ફક્ત કોલ અથવા વીડિયો કોલમાં જ ખર્ચ નથી થતો. પરંતુ ફોટો, વીડિયો અને અન્ય ડોક્યુમેન્ટ્સમાંથી પણ WhatsAppના ડેટા પર ફરક પડે છે. જો તમે ઇચ્છો કે આ પ્રકારે તમને ડેટા બચાવી શકો છો તો તેના માટે ફોનની સેટિંગમાં કેટલાંક બદલાવ કરવા પડશે. આ બદલાવ બાદ કોઇપણ યુઝર દ્વારા મોકલવામાં આવેલી મીડિયા ફાઇલ જાતે જ ડાઉનલોડ નહીં થાય અને સુરક્ષિત પણ નહીં હોય. તમે ઇચ્છો તો તમારી સુવિધા અનુસાર તે મીડિયા ફાઇલને ડાઉનલોડ કરી શકો છો.

whatsapp

ડેટા સેવ કરવા માટે આ સ્ટેપ્સને કરો ફોલો

ડેટા સેવ કરવા માટે સૌથી પહેલા WhatsAppની સેટિંગ્સમાં જવાનું છે. સેટિંગ્સમાં જઇને ડેટા એન્ડ સ્ટોરેજ યુસેજ પર ક્લિક કરવાનું છે. તે બાદ તમને મીડિયા ઓટો ડાઉનલોડ નજરે આવશે. તેમાં તમારા ફોટો, ઓડિયો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ વગેરેના વિકલ્પ નજરે આવશે. તેના પર ક્લિક કર્યા બાદ તમને 3 વિકલ્પ જોવા મળશે. જેમાં પહેલો નેવર, બીજો વાઇ-ફાઇ અને ત્રીજો સેલ્યુલર છે. ડેટા સેવ કરવા માટે તમારે નેવર પર ક્લિક કરવાનું છે. તે બાદ તમારા ફોનમાં ન તો મીડિયા ફાઇલ ઓટો ડાઉનલોડ થશે અથવા ન તો સેવ થશે. તે બાદ તમે ડેટા અને સ્ટોરેજ બંને પ્રોબ્લેમથી દૂક થઇ જશો.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV