GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

એકલતા સહન નથી થતી? આ ટિપ્સ ટ્રાય કરો અને પછી જુઓ ચમત્કાર

દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય તો આવે જ છે જ્યારે તે અંદરથી તુટી જાય અને એકલો પડી જાય છે. આ સમયમાંથી કેટલાક લોકો બહાર આવી જાય છે જ્યારે કેટલાક માટે આ સમય ઘાતક સાબિત થાય છે.એકલતા સહન ન કરી શકનાર વ્યક્તિ ક્યારેક ડિપ્રેશનમાં સરી પડે છે. આવી સ્થિતિમાં તેઓ પોતાના જીવનનો અંત લાવવાનું પણ વિચારી લેતા હોય છે. 

આજે તમને આવી સ્થિતિ એટલે કે ડિપ્રેશનમાંથી બહાર આવવાની ટીપ્સ અહીં જાણવા મળશે. આ ટીપ્સ દરેક વ્યક્તિને મદદરૂપ થઈ શકે છે. તેને ફોલો કરવાથી સામાન્ય વ્યક્તિ ક્યારેય ડિપ્રેશન જેવી સમસ્યામાં અટવાતા નથી. કોઈ કારણસર જો માનસિક સંતુલન ખરાબ પણ થાય તો યાદ રાખવું કે તમારું જીવન અટકી ગયું નથી. 

સૌથી પહેલા ડિપ્રેશનમાંથી નીકળવા માટે આઠ કલાકની ઊંઘ કરો. ઊંઘ પૂરી થશે તો મન પ્રફુલ્લિત રહેશે અને નકારાત્મક ભાવ મનમાં આવશે નહીં.

રોજ સૂર્ય પ્રકાશમાં થોડો સમય રહેવું. તેનાથી અવસાદ ઘટશે. નિયમિત રીતે બહાર ફરવા નીકળવું. ક્યારેક ગાર્ડન, ક્યારેક કોફી શોપ તો ક્યારેક ડીનર માટે બહાર જવાનું નક્કી કરો. તેનાથી મનમાં ઉત્સાહ જળવાઈ રહેશે. 

દિવસ દરમિયાન જે કામ કરો તેનો હિસાબ રાખો. દિવસ દરમિયાન કયા કામમાં કેટલો સમય પસાર કરો છો તે ધ્યાન રાખો. દરેક કામ માટે ટાઈમ મેનેજ કરશો તો તાણ ઘટી જશે.

ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે એક વિશ લિસ્ટ તૈયાર કરો. તેમાં એ દરેક કામ લખો જેનાથી તમને આનંદ થતો હોય. આ કામ કોઈપણ હોય શકે છે. કુકીંગ, સંગીત સાંભળવું, ગીત ગાવા, ટીવી જોવું, પુસ્તકોનું વાંચન કરવું કે અન્ય કોઈપણ કામ. આ ઉપરાંત તમારા શોખને પૂર્ણ કરો. 

આ દરેક કામને પૂર્ણ કરવા માટે સમય નક્કી કરો અને તમે દિવસભર વ્યસ્ત રહ્યા હોય તો પણ તમને ગમતી વસ્તુ કરવા માટે સમય કાઢો. તેનાથી મનની ઉદાસી દૂર થશે અને ઉત્સાહ જળવાઈ રહેશે. આમ કરવાથી તમને ખ્યાલ પણ આવશે કે પહેલાની સ્થિતિમાં તમારી વર્તમાન પરિસ્થિતિમાં કેટલો સુધારો થયો છે. 

આ સમય દરમિયાન સૌથી વધારે મહત્વનું હોય છે ક્રોધ પર કાબૂ રાખવો. ગુસ્સાને કાબૂમાં રાખો અને શાંત મનથી વિચારો કે સમસ્યા છે શું અને તેનું સમાધાન કેવી રીતે આવી શકે. તેનાથી લાભ એ થશે કે તમને ખ્યાલ પણ આવશે કે ભુલ કોની હતી અને ક્રોધ કરવાથી લાભ થાય તેમ નથી. 

Read Also

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!