GSTV

ટેક / Google પરથી કોન્ટેક્ટ ડિલીટ થઇ ગયા છે! તો આવી રીતે કરો રિસ્ટોર, જાણો આખી પ્રોસેસ

Last Updated on June 15, 2021 by Zainul Ansari

સામાન્ય રીતે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા યુઝર સરળતાથી લોકલ કોન્ટેક્ટ્સને ક્લાઉડ પર સિંક અથવા બેકઅપ કરી લે છે. જો કોઇ કારણસર કોન્ટેક્ટ ડિલીટ થઇ જાય છે, તો તેને સરળતાથી મેળવી શકાય છે. ચાલો જાણીએ તેની કેટલીક રીત જેના દ્વારા ડિલીટ કોન્ટેક્ટ્સને ફરીથી રિસ્ટોર કરવામાં તમને મદદ મળી શકે છે.

Google

ગૂગલ કોન્ટેક્ટ એપ

  • કોન્ટેક્ટને રિકવર કરવા માટે ગૂગલ કોન્ટેક્ટ્સ એપ્લિકેશનને તમારા ફોનમાં ઓપન કરો
  • અહી ટોપ પર ડાબી બાજુ હૈમ્બર્ગર મેન્યુ મળશે, તેના પર ક્લિક કર્યા પછી સેટિંગ્સનો ઓપ્શનમાં જાવ.
  • તેમાં નીચેની બાજુ સ્ક્રોલ કરવા પર મેનેજ કોન્ટેક્ટની અંદર તમને અન-ડૂ ચેન્જનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કર્યા પછી એ ગૂગલ અકાઉન્ટને સિલેક્ટ કરો, જેનાથી તમારે તમારા કોન્ટેક્ટને રિસ્ટોર અથવા રિકવર કરવાના છે.
  • ત્યા હવે ડાયલોગ બોક્સ ઓપન થશે, તેમાં ટાઇમને સિલેક્ટ કરી લો, જે સમયમાં અન-ડૂ કરવા માંગો છો. ઉદાહરણ તરીકે જો થોડાક સમય પહેલા કોન્ટેક્ટ ડિલીટ થયુ છે, તો 10 મિનિટને સિલેક્ટ કરી શકો છો અથવા તેના પહેલા થયુ છે, તો એ હિસાબથી સમય સિલેક્ટ કરવો પડશે.
  • અહીં તમને પૂછવામાં આવશે કે શુ તમે બેકઅપ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશનને બદલવા માંગો છો. ત્યારબાદ તમને કન્ફર્મ બટન પર ટેપ કરવાનું રહેશે. પછી તમે તમારા કોન્ટેક્ટને રિસ્ટોર કરી શકશો.

જો ફોનમાં ગૂગલ કોન્ટેક્ટ એપ નથી

જો ફોનમાં ગૂગલ કોન્ટેક્ટ એપ નથી, તો વેબ બેઝ્ડ રીતે કોન્ટેક્ટને રિકવર કરી શકાય છે.

  • તેના માટે https://contacts.google.comને ફોન અથવા કોમ્પ્યુટરમાં ઓપન કરો. અહીં જમણી તરફ કોર્નરમાં આપવામાં આવેલા ગિયર આઇકોન પર ક્લિક કરો. પછી ત્યા અન-ડૂ ચેંજ ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ ત્યા પણ તમારે અન-ડૂને ચેન્જ કરવા માટે સમયને સિલેક્ટ કરવો પડશે અને તેને કન્ફર્મ કરી દો. ત્યારબાદ ડિલીટ થયેલા કોન્ટેક્ટ ફરીથી રિકવર થઇ જશે.
  • જો તમે કોન્ટેક્ટને સીધા ગૂગલ અકાઉન્ટ બેકઅપથી રિકવર કરવા માંગો છો, તો ત્યા તમારે એન્ડ્રોઇન ફોનની સેટિંગમાં જવુ પડશે અને સેટ અપ એન્ડ રિસ્ટોર પર ક્લિક કર્યા પછી રિસ્ટોર કોન્ટેક્ટને સિલેક્ટ કરવું પડશે. તેનાથી કોન્ટેક્ટ રિકવર થઇ જશે.

Read Also

Related posts

બાઈક પ્રેમ / રસ્તો ખરાબ હતો તો આ ભાઈએ માથા પર ઉપાડી લીધું બાઇક, વિડીયો થયો વાયરલ…

Vishvesh Dave

ખેડૂત આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ, 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું

pratik shah

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!