GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જો આધારકાર્ડની સાથે તમારો મોબાઈલ રજીસ્ટર નથી તો કેવી રીતે કરશો રીપ્રિંટ, જાણો સરળ રીત

આજના સમયમાં આધાર આઈડી બની ચુક્યું છે, જેની દરેક જગ્યાએ જરૂરત પડી રહી છે. લોકો દરેક જગ્યાએ આઈડીપ્રુફની જગ્યાએ આધારને આપે છએ. ત્યાં સુધી કે જો આધારકાર્ડ ખોવાય જાય તો મોબાઈલ નંબરની મદદથી તેને બીજી વખત પ્રિંટ કરાવી શકાય છે. પરંતુ જો આધારકાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક નથી તો શું, કેવી રીતે તમે તમારા આધારકાર્ડને રીપ્રિંટ કરાવી શકાય છે. તમે વગર રજીસ્ટ્રડ મોબાઈલ નંબર પણ પોતાનું આધાર પ્રિંટ કરાવી શકો છો. પરંતુ ધ્યાન રાખો જો કે તેનાથી એવું નથી કે તમારો મોબાઈલ નંબર આધારમાં રજીસ્ટર થઈ જશે.

આવી રીતે આધાર મેળવી શકો છો

સૌથી પહેલા આધાર પોર્ટલ ઉપર જવાનું રહેશે. જ્યાં ઓર્ડર આધાર રીપ્રિંટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જે બાદ તમારૂ આધારકાર્ડ નંબર નાખવાનું કહેવામાં આવશે.

સિક્યોરીટી કોડ આપવું પડશે

તે બાદ તમને કેપ્ચા કોડ કે સિક્યોરીટી કોડ ભરવું પડશે. જે ઈલ્ફાન્યુમેરિક હશે. અહીંયા ધ્યાન રાખવું પડશે કે તમારે તે કોલમ ઉપર ટીક કરવાનું રહશે જ્યાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર નહીં હોય.

દેવો પડશે ઓટીપી

અહીંયા ઓટીપી લેવા માટે યુઝર પાસેથી તેનો મોબાઈલ નંબર પુછવામાં આવશે. જેના ઉપર ઓટીપી આવશે. ઓટીપી બાદ તમારા સ્ક્રીન ઉપર એક ઓટીપી પૂછાશે. જે તમારા દ્વારા દેવામાં આવેલા મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવશે.

આધારની ડિટેઈલને કરો વેરીફાઈ

આ સ્ટેપ ઉપર ઓટીપી નાંખીને નિયમ અને શરતો વાળા કોલમ ઉપર ટીક કરવાનું રહેશે. તે બાદ એક નવુ પેજ ખુલશે. જ્યાં બે વિકલ્પ દેખાશે. ત્યાં તમારે તમારા આધારની ડિટેઈલ વેરીફાઈ કરવાની રહેશે.

આધારને કરો ડાઉનલોડ

તે બાદ તમે તમારૂ આધાર ફરીથી પ્રિંટ કરી શકો છો. તેના માટે તમારે રૂપિયા 50 દેવાના રહેશે. તમને અહીંયા એક ટ્રાંજેક્શન આઈડી પણ મળશે. ચુકવણી તમે નેટ બેંકીગ, યુપીઆઈ, ડેબિટ અને ક્રેડીટ કાર્ડથી કરી શકો છો. તે બાદ તમે તમારૂ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Related posts

ઓડિશાથી અમદાવાદ આવેલા 6 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

હવે અવાજથી કોરોનાની તપાસ કરશે BMC, 1 હજાર દર્દીઓ ઉપર કરાશે ટ્રાયલ

Mansi Patel

VIDEO: સ્વિમીંગ પૂલમાં કૂદકો મારતાની સાથે યુવતીની પોલ ખુલી ગઈ, કૂદકો મારવા ગઈ ત્યાં નકલી વાળ હવામાં ઉડી ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!